• Gujarati News
  • યુનિ. વિદ્યાર્થીના ફોટાવાળી માર્કશીટ,ડિગ્રી આપશે

યુનિ. વિદ્યાર્થીના ફોટાવાળી માર્કશીટ,ડિગ્રી આપશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના 1.40 લાખ વિદ્યાર્થીઓની પરીક્ષાના પરિણામની માર્કશીટ તેમના ફોટા સાથે નવા લૂકમાં મળશે.માર્કશીટનું ડુપ્લિકેશન થાય તે માટે કેટલાક ખાનગી ફિચર્સ સાથેનું ફોર્મેટ તૈયાર કરાયું છે અને હવે તબક્કાવાર વિવિધ પરિણામમાં વિદ્યાર્થીઓને માર્કશીટ અને ત્યાર પછી ડીગ્રી સર્ટિફિકેટ ફોટાવાળી મળશે. ટ્રાયલ બેઝ સૌ પ્રથમ બી.એડની પરીક્ષાના પરિણામની માર્કશીટ આપવામાં આવશે તેમ યુનિ.ના સૂત્રોએ જણાવ્યું હતું.

ઉત્તર ગુજરાતમાં યુનિ.સાથે જોડાણ ધરાવતી અંદાજે 350 જેટલી કોલેજોના વિદ્યાર્થીઓને માર્કશીટ અત્યાર સુધી આડી સાઇઝમાં મળતી હતી. જેને ફાઇલમાં મૂકવામાં પણ વિદ્યાર્થીને મુશ્કેલી સર્જાતી હતી. હવે માર્કશીટ ઉભા કાગળના એ4 સાઇઝ ફોર્મેટમાં મળશે એટલે ફાઇલિંગ કરવામાં પણ અનુકૂળ રહેશે. વિશેષતા છે કે માર્કશીટમાં તેનો કલર ફોટો પણ હશે, એટલે માર્કસીટ ઓળખ પણ સહેલાઇથી થઇ શકશે. માર્કશીટની ડુપ્લિકેટ થાય તે માટે ગોપનિયતાના કેટલાક સિક્યુરિટી ફિચર સામેલ કરાયા છે. માર્કશીટમાં યુનિ.નો લોગો હશે.

અત્યાર સુધી કેટલાકમાં પેપર નંબર, વિષયનું શોર્ટફોમ લખાતું એટલે કંપની કે વિદેશમાં માર્કસીટ રજૂ કરે એટલે વિદ્યાર્થીએ કેટલીક બાબતો સૂચવવી પડે એવુ બનતું. બાબતોને નવા ફોર્મેટમાં ધ્યાને રાખી સાયન્સ સહિતના શક્ય જરૂરી વિષયના આખા નામ સૂચિત કરવા, આડી માર્કસીટના કારણે અડચણ રહેતી હવે ઉભી માર્કશીટ આવશે. સમયને અનુરૂપ ફોર્મેટ કરવામાં આવ્યું છે તેમ કા.કુલસચિવ ર્ડા.દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું.

બીએડ-1ના પરિણામની નવા લૂકની માર્કશીટ :

ગતઓક્ટોબર-નવેમ્બરમાંબી.એડ 1માં 7800 જેટલા વિદ્યાર્થીઓની લેવાયેલ પરીક્ષાનું હવે પરિણામ જાહેર થશે. જેમાં વિદ્યાર્થીઓને તેમના ફોટા સાથેની નવા ફોર્મેટમાં માર્કશીટ આપવાનો પ્રયાસ કરાશે. ત્યારપછી તબક્કાવાર તમામ પરિણામમાં માર્કશીટ નવા લૂકમાં તૈયાર કરાશે. કોલેજોમાંથી વિદ્યાર્થીઓના ફોટા સાથે આવતા ડેટા લઇને માર્કશીટ તૈયાર કરાશે.જેમાં પહેલા ઓછી વિદ્યાર્થી સંખ્યાના પરિણામોને આવરી લેવાશે તેમ પરીક્ષા નિયામક ર્ડા.જી.જે.ઠક્કરે જણાવ્યું હતું.

વિદેશમાં અભ્યાસ કે નોકરી માટે ડિગ્રી સર્ટિ.ની વધુ ઉપયોગિતા

વિદેશઅભ્યાસકે નોકરી માટે જતા વિદ્યાર્થીઓની ડીગ્રી સર્ટિફિકેટની ઉપયોગીતા વધુ હોય છે. જ્યાં માર્કશીટ સાથે ડીગ્રી સર્ટિને વધુ પ્રાધાન્ય અપાય છે. ત્યારે હવે યુનિ.ડીગ્રી સર્ટિ. પણ વિદ્યાર્થીના ફોટાવાળી બનાવશે જે વિદ્યાર્થીઓને ઉપયોગી થશે.

ઉભા ફોર્મેટમાં માર્કસીટ આવતાં ફાઇલમાં મૂકવામાં તકલીફ નહીં સર્જાય