તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાટણ જિ. પં.ના ~ 1.56 અબજની પુરાંતવાળા બજેટને મંજૂરી અપાઈ

પાટણ જિ. પં.ના ~ 1.56 અબજની પુરાંતવાળા બજેટને મંજૂરી અપાઈ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણજિલ્લા પંચાયત ખાતે બુધવારે બપોરે મળેલી કારોબારીની બેઠકમાં જિલ્લા પંચાયતનું વર્ષ 2014-15નું સુધારેલુ અને વર્ષ 2015-16નું અંદાજપત્ર સર્વસંમતિથી મંજૂર કરરાયું હતું.

પાટણ જિલ્લા પંચાયત ખાતે અધ્યક્ષ શિતલબેન જિગ્નેશભાઇ ચૌધરીની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં કારોબારી સમિતિએ જિલ્લા પંચાયતનું વર્ષ 2015-16નું રૂ. 7અબજ,68કરોડ,10 લાખ,60હજારનું સ્વભંડોળ અને સરકારી આવશે. સામે રૂ. 7અબજ, 67 કરોડ, 65 લાખ ખર્ચ સામે રૂ. 1અબજ, 56 કરોડ, 14 લાખની પુરાંતવાળુ બજેટ સર્વાનુમતે મંજૂર કર્યું હતું. કારોબારી સમિતિની મંજૂરી બાદ હવે બજેટને સામાન્ય સભામાં મંજૂરી માટે મૂકવામાં આવશે.

બેઠકમાં ખેતીમાંથી બિનખેતી કરવાના 20 કેસ રજૂ થયાં હતા. જેમાં 14 કેસ મંજૂર કરવામાં આવ્યા હતા અને કેસને નામંજૂર કરવામાં આવ્યા હતા. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી વી.એન. દેસાઇ, સદસ્ય ઇશ્વરભાઇ પટેલ, એ.જે.પટેલ સહિતના સદસ્યો ઉપસ્થિત રહ્યાં હતા.

પાટણ જિલ્લા પંચાયતની કારોબારી બેઠક મળી હતી. (ભાસ્કર)