તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પરીક્ષા MCQ પદ્ધિતિથી લેવાનો નિર્ણય કારોબારીને મોકલાશે

પરીક્ષા MCQ પદ્ધિતિથી લેવાનો નિર્ણય કારોબારીને મોકલાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટી સ્નાતકકક્ષાએ કોલેજના સેમેસ્ટર-1 અને 3માં ફરજિયાત અંગ્રેજી વિષયની પરીક્ષા એમસીક્યુ પદ્ધતિથી લેવાની તૈયારી કરી છે. બુધવારે એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં અંગે નિર્ણય માટે કારોબારી સમીતીને ભલામણ કરવાનો નિર્ણય કરાયો હતો. પરીક્ષામાં નવતર પદ્ધતિ અમલી થશે તો ફરજિયાત અંગ્રેજી વિષયના અંદાજે એક લાખ વિદ્યાર્થીઓને ત્રણ કલાક નહીં પણ એક કલાકના સમયનું પેપર થશે અને વર્ણનાત્મક લખાણ કરાવતાં પ્રશ્નો નહીં આવે માત્ર હેતુલક્ષી પ્રકારનું 70 માક્સનું પેપર આવશે.

જેમાં પ્રશ્નના જવાબમાં ચાર વિકલ્પ પૈકી એક પંસદ કરવાનો રહેશે. હાલની પરીક્ષા પદ્ધતિમાં ઉત્તરવહીના એસેસમેન્ટમાં પૂરતા અધ્યાપકોના અભાવે વિદ્યાર્થીઓના પરિણામ તૈયાર કરવામાં વિલંબ થતો હોઇ એમસીક્યુ પરીક્ષા પદ્ધતિ અમલમાં મૂકવાની તૈયારીઓ યુનિ. કરવા લાગી છે.

યુનિવર્સીટીમાં કુલપતિની અધ્યક્ષતામાં યોજાયેલ એકેડેમિટ કાઉન્સીલની બેઠકમાં વિવધ ફેકલ્ટીના ડીન, વિભાગીય અધ્યક્ષો મળી 40 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતાં.જેમાં પ્રારંભિક રાહે સ્નાતકમાં ફરજિયાત અંગ્રેજીના પેપર પૂરતુ એમસીક્યુ પરીક્ષા પદ્ધતિ અમલી કરવાના મૂદ્દે ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આર્ટસ, કોમર્સ, સાયન્સ સહિતની તમામ ફેકલ્ટીમાં સ્નાતક કક્ષાએ તમામ વિદ્યાર્થીઓને ફરજિયાત અંગ્રેજી વિષય હોય છે. પરીક્ષા પદ્ધતિમાં એક લાખ જેટલા વિદ્યાર્થીઓના વર્ણનાત્મક જવાબોનું અધ્યાપકોએ મૂલ્યાંકન કરવાનું હોય છે. અંગ્રેજીમાં એસેસમેન્ટ માટે કાયમી અધ્યાપકોની ઘટ વર્તાઇ રહી છે. જેના કારણે વિદ્યાર્થીઓનું પરિણામ બનાવવામાં વિલંબ થાય છે. આઉપરાંત શાળા કક્ષાએ ધો. 11 અને 12માં એમસીક્યુ પરીક્ષા લેવાય છે તેવો સૂર વ્યકત કર્યા હતાં.

જોકે કેટલાક એમસીક્યુથી વિદ્યાર્થી અંગ્રેજીમાં પત્ર જેવા વર્ણનાત્મક લખાણ શીખી શકશે નહીં તેવી ચિંતા વ્યકત કરી હાલની પદ્ધતિ રાખવા પણ સુચન કર્યુ હતું. પરામર્શના અંતે વિષયના બે સેમેસ્ટરમાં એમસીક્યુ લાગુ કરવા કારોબારી સમિતીને ભલામણ કરવાનો નિર્ણય લેવાયો હતો.

હાલ અંગ્રેજી એસેસમેન્ટમાં 32 અધ્યાપકો

^હાલઅંગ્રેજીની ઉત્તરવહીના એસેસમેન્ટમાં કાયમી 32 જેટલા અધ્યાપકો છે તેની સામે સેમેસ્ટર-1માં 66000 અને સેમેસ્ટર-3માં આશરે 40000 હજાર વિદ્યાર્થીઓ હોય છે એટલે અધ્યાપકોને ઉત્તરવહી ચકાસણીમાં લોડ રહેતા પરીણામ વિલંતી થાય છે તેમ પરીક્ષા નિયામકે જણાવ્યું હતું. > ર્ડા.જી.જે.ઠક્