તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • પાટણમાં રેડીમેડના શો રુમમાં ભીષણ આગ

પાટણમાં રેડીમેડના શો રુમમાં ભીષણ આગ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરનાસુભાષચોક રેડક્રોસ ભવન સામે આવેલા જયવીર ક્લોથ સ્ટોર કલેક્શનમાં બુધવારે મોડી સાંજે અચાનક આગ ભભૂકી ઉઠતાં લાખો રૂપિયાનો માલસામાન બળીને ભસ્મીભૂત થઇ ગયો હતો. ઘટનાને પગલે શહેરમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી અને આગ બુઝાવવા લોકોના સ્વયંભૂ તનતોડ પ્રયાસો તેમજ અિગ્નશામકોના પાણીના મારા પછી બે કલાકે આગને બુઝાવી શકાઇ હતી.

શહેરના જૂનાગંજથી સુભાષચોક જતાં આવેલ પ્રતિષ્ઠિત વેપારી ભોગીલાલ બેચરદાસની ફર્મ જયવીર કલેક્શનમાં સાંજે વાગ્યાના સુમારે અચાનક આગ ભભૂકી હતી. સ્ટોરમાં રજાઇ, ઓશિકા, ગાદલા, ચાદર, બ્લેન્કેટ, ફોમ, ડનલોપ, પડદાની શીટ, બેડશીટ જેવી હોઝીયરી સામગ્રીનો મોટો જથ્થો ભરેલો હતો. ત્રણ માળની બિલ્ડિંગમાં અચાનક ત્રીજા માળે આગ ભભૂકતાં કપડાં અને રબ્બરશીટોએ લપટો પકડી લેતાં ઘડીકવારમાં વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. ગોડાઉન ત્રીજા મજલે હતું એટલે અત્યંત ઝડપે છતની બહાર લપકી હતી. આગને કારણે બિલ્ડીંગની જમણે આવેલી નવી શેરી અને ડાબે આવેલી ઉંચી શેરી રહીશોના જીવ પણ પડીકે બંધાયા હતા કેમકે છત પરથી આગ બંને શેરીઓ તરફ પ્રસરવા લાગી હતી. પાલિકાના કર્મચારીઓ, અિગ્નશામક શાખાના કર્મચારીઓ, શેરીના રહીશો, શહેરના યુવાનો-કાર્યકરો તેમજ પોલીસનો મોટો કાફલો આગ બુઝાવવાની દોડાદોડીમાં સ્વયંભૂ જોડાઇ ગયો હતો. મોટા ફાયર ફાઇટરો, નાના ફાયર ટેન્ડરો તેમજ ટેન્કરોની ભારે દોડાદોડી પછી બે કલાકે 8 વાગ્યાના સુમારે આગ બુઝાવી શકાઇ હતી. આગ લાગવા અંગે પાટણ પાલિકા પ્રમુખ હેમંત તન્નાએ દુકાન માલિક ભૌમિક જયકુમાર ગાંધીને ટાંકતાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવ્યાનું જણાવ્યું હતું.

હારીજ, સિદ્ધપુર અને ઊંઝાથી ફાયર ફાઇટર મંગાવાયા

આગલાગેત્યારે કૂવો ખોદવા બેસવું પડે તેવો ઘાટ સમયે સર્જાયો હતો. વિકરાળ આગ સામે પાણીના સાધનો ઓછા પડવા લાગ્યાં હતા. પદાધિકારી-અધિકારીઓ બધા આગ બુઝાવવા વ્યસ્ત રહ્યાં હતા. પરંતુ આવા સમયે મોટુ ફાયર ફાઇટર અન્ય શહેરોમાંથી તુરંત લાવવામાં વિલંબ સર્જાયો હતો. ત્રીજા માળે લપકેલી આગ સુધી નાના ફાયર ટેન્ડર અને ટેન્કરનો પાણીનો ફુવારો પહોંચી શકતો નહતો. ઘટનાના દોઢ કલાક પછી ચાણસ્મા, હારીજ, સિદ્ધપુર, આઇઓસી, ઊંઝાથી ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા.

ત્રીજા માળમાં લાગેલ આગ વિકરાળ બનતાં આગનો ધુમાડો જ્વાળામુખીની જેમ છત પરથી નીકળતો હતો. (ભાસ્કર)

વીજ પુરવઠો બંધ કરી દેવાયો

આગલાગતાંજૂનાગંજ અને રેડક્રોસથી