તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • ચાણસ્મા ખાતે ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક મળી

ચાણસ્મા ખાતે ઔદિચ્ય બ્રહ્મ સમાજની બેઠક મળી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાધનપુરમાં યુવા ભાજપ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો

શ્રીસ્થળ ઇંગ્લિશ સ્કૂલમાં વાર્ષિકોત્સવ

રાધનપુર કોલેજમાં એસએમ એસ સુવિધાનો શુભારંભ

રાધનપુર |રાધનપુરમાં જિલ્લા ભાજપ યુવા મોરચો અને તાલુકા યુવા ભાજપ મોરચાના સંયુક્ત ઉપક્રમે ભણસાલી ટ્રસ્ટ ખાતે રવિવારે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. સ્વામી વિવેકાનંદની જન્મ જ્યંતી અને સુભાષચંદ્ર બોઝની યાદમાં યોજાયેલ રક્તદાન કેમ્પમાં જિલ્લા ભાજપ યુવા મોરચાના પ્રમુખ ભાવિકભાઇ પટેલ, જિલ્લા મહામંત્રી મુકેશજી ઠાકોર સહિતે માર્ગદર્શન પૂરુ પાડ્યું હતું. - કમલ ચક્રવર્તી

સિદ્ધપુર |સિદ્ધપુરની શ્રીસ્થળ ઇંગ્લિશ મીડીયમ સ્કૂલમાં શાળાનો વાર્ષિકોત્સવ મંગળવારે યોજાયો હતો. જેમાં ધો. 1થી 9 અને 11ના વિદ્યાર્થીઓએ રંગારંગ કાર્યક્રમમાં મનમોહક કૃતિઓ રજૂ કરી હતી.. - નિરંજન ઠાકર

રાધનપુર |રાધનપુરમાં હિંમત વિદ્યાનગર સ્થિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજમાં વિદ્યાર્થીઓને વિવિધ નોટીસો અને વિદ્યાર્થીઓને લગતી માહિતી સમયસર પહોંચાડવા માટે એસએમએસની સુવિધાનો શુભારંભ કરાયો છે. જેમાં પરીક્ષાની તારીખ, કોલેજની હાજરી, કોલેજ દ્વારા આયોજિત વિવિધ કાર્યક્રમોની રૂપરેખા, કોલેજની ફી સહિતની માહિતી પૂરી પાડવામાં આવશે તેમ પ્રિન્સીપાલ સી.એમ. ઠક્કરે જણાવ્યું હતું.

પાટણ |પાટણવાડા ઔદિચ્ય બ્રહ્મ સમાજના 8મી ફેબ્રુઆરીના માલસુંદમાં યોજાનારા 28મા સમૂહલગ્નના આયોજન માટે રવિવારે ચાણસ્મા સાંઇધામ ખાતે સભા હોલમાં સમાજના અગ્રણીઓની બેઠક મળી હતી. જેમાં સૂચારૂ વ્યવસ્થા માટે લગ્નમંડપ, યજ્ઞોપતિવ મંડપ સહિતની સ્વયંસેવકોની સમિતિઓ બનાવી હતી. આગામી 29મો સમૂહલગ્નોત્સવ લણવામાં આયોજન કરાયું હોવાની જાહેરાત કરી હતી.