• Gujarati News
  • લણવા પાસે કારની ટક્કરે રાહદારીનું મોત નીપજયું

લણવા પાસે કારની ટક્કરે રાહદારીનું મોત નીપજયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાણસ્મા-મહેસાણાહાઇવે પર લણવા ગામ નજીક શુક્રવારે એક રાહદારી રોડક્રોસ કરી રહ્યાં હતા તે વખતે પૂરઝડપે દોડતી સ્વીફ્ટ ગાડીએ અડફેટે લેતાં તેમનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.

સમી તાલુકાના વાઘેલ ગામના વતની અને હાલ દહેગામ ખાતે રહેતાં વિષ્ણુભાઇ ગંગારામભાઇ પટેલ તેમની સ્વીફ્ટ ગાડી (જીજે-18એએચ-4347) લઇને દહેગામથી વાઘેલ તેમના વતનમાં જવા નીકળ્યા હતા. તે વખતે લણવા ગામથી એક કિલોમીટર દૂર ચાણસ્મા તરફ જતાં હાઇવે રોડ ક્રોસ કરી રહેલા એક વયસ્ક રાહદારી ભવનજી તલાજી ઠાકરો (70)ને ગાડીની ટક્કર વાગતાં તેમને ગંભીર ઇજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત થયું હતું.