તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • વન્ય પ્રાણીઓની જીવન શૈલી અંગે ચિત્ર સ્પર્ધા યોજાઇ

વન્ય પ્રાણીઓની જીવન શૈલી અંગે ચિત્ર સ્પર્ધા યોજાઇ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ : ગુજરાતકાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) પ્રેરીત પુનાભા જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર, પાટણ અને વન વિભાગ વિસ્તરણ રેન્જ ઓફિસ, પાટણના સંયુક્ત ઉપક્રમે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી અંતર્ગત વિજ્ઞાન કેન્દ્ર ખાતે તાજેતરમાં ચિત્ર સ્પર્ધા યોજાઇ હતી. ચિત્ર સ્પર્ધાના વિષયો વન્ય પ્રાણી અને તેના રહેઠાણો, ગુજરાતના પ્રાણીઓની જીવન શૈલી અને વન્ય પ્રાણીઓ પર પ્રદૂષણની અસરો\\\'\\\' વગેરે હતા. સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિદ્યાર્થીઓને યજમાન સંસ્થાઓ દ્વારા ઇનામો અપાયા હતા જ્યારે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામો અને સર્ટીફીકેટ આપવામાં આવ્યા હતા. 9મી ઓક્ટોબરે બંને સંસ્થાઓ દ્વારા 50 વિદ્યાર્થીઓની વન્ય જીવો અંગે નિદર્શનની એક ફિલ્ડ વિઝીટ ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર અને કાંકરીયા ઝૂની પણ રાખવામાં આવી છે. (સુનિલ પટેલ)