• Gujarati News
  • પાટણ |સિદ્ધપુર નગરપાલિકા દ્વારા ગુરુવારના રોજ સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં

પાટણ |સિદ્ધપુર નગરપાલિકા દ્વારા ગુરુવારના રોજ સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ |સિદ્ધપુર નગરપાલિકા દ્વારા ગુરુવારના રોજ સવારે શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરાયો હતો. પાલિકાના પ્રમુખ પ્રજ્ઞાબેન ઠાકર, પ્રાંત અધિકારી વી.કે.ઉપાધ્યાય, મામલતદાર સંજયપંડ્યા, સીઓ અશોક પંડ્યા સહિતના અધિકારીઓ તેમજ પાલિકાના કર્મચારીઓએ સ્વયંભૂ ઝાડુ પકડીને બિંદુ સરોવર પરીસરને સ્વચ્છ કર્યંુ હતું. પાલિકા પ્રમુખ પ્રજ્ઞાબેન ઠાકરે જણાવ્યું હતું કે, નગરજનો નમસ્તે કચરો ફેંકો રસ્તેના સૂત્ર સાથે નગરને સ્વચ્છ સુંદર રળીયામણું બનાવવા 7 દિવસનું સ્વચ્છતા સપ્તાહ શરૂ કરાયું છે. - િનરંજન ઠાકર

સિદ્ધપુર પાલિકા દ્વારા સ્વચ્છ ભારત સપ્તાહની ઉજવણી