• Gujarati News
  • ગટરનું ગંદુ પાણી બંધ નહીં કરાય તો કેનાલ માટી નાખીને પૂરી દઇશું

ગટરનું ગંદુ પાણી બંધ નહીં કરાય તો કેનાલ માટી નાખીને પૂરી દઇશું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણમાંવરસાદી પાણીના નિકાલ માટેની આનંદ સરોવરથી સિદ્ધિ સરોવર સુધીની કેનાલમાં જીવરાજપાર્ક નજીક ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવે છે. જેને લઇ આસપાસની સોસાયટીઓના રહીશો અસહ્ય દુર્ગંધ અને ગંદકીથી તોબાહ પોકારી ઊઠ્યા છે. અંગે પાલિકામાં અવારનવાર રજૂઆત કરવા છતાં કોઇ પગલાં લેવાતાં બુધવારે વિસ્તારના રહીશોએ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી કાર્યવાહી નહીં થાય તો કેનાલમાં વહેતા ગંદા પાણીને માટી નાંખી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.

આનંદ સરોવરથી રાજનગર સોસાયટી સુધી કેનાલમાં વર્ષોથી ગટરનું ગંદુ પાણી વહે છે. જેના કારણે જીવરાજપાર્ક, લાલેશ્વરપાર્ક, સાંઇ બંગ્લોઝ, ભોલેનાથ પાર્ક, સીલીકોન, શિવવિહાર તેમજ રાજનગરના રહીશોને અસહ્ય દુર્ગંધનો સામનો કરવો પડે છે. વિસ્તારના રહીશ જીતુભાઇ ઠક્કર સહિત સદસ્યોએ જણાવ્યું કે, પાલિકા પ્રમુખ, એન્જિનિયર તેમજ વોર્ડ-12ના કોર્પોરેટરોને ...અનુસંધાનપાના નં.8

રજૂઅાતોકરવા છતાં પણ સમસ્યાનું નિરાકરણ થયુ નથી ત્યારે ના છૂટકે સોસાયટીઓના રહીશો ભેગા મળીને કેનાલની અંદર વહેતા ગટરના ગંદા પાણીને માટી નાંખી સદંતર બંધ કરી દેવાની ફરજ પડશે.



સમસ્યા કેમ સર્જાઇ

વર્ષો પહેલા ગુંગડી તળાવમાં ગટરનું ગંદુ પાણી ઠલવાતું અને કેનાલ મારફતે નિકાલ થતો હતો. પછી શહેરમાં ડ્રેનેજ લાઇન બનતાં ગુંગડી તળાવમાં ગંદુ પાણી બંધ થયું અને નયનરમ્ય આનંદ સરોવરમાં ફેરવાયું. જોકે, કેનાલ આગળ જતાં મીરાં દરવાજા મેઇન પમ્પિંગ સ્ટેશન તરફનું ગંદુ પાણી લેવલ કરતાં વધુ નીકળે છે જે કેનાલમાં નિકાલ થાય છે. કેનાલ બની વખતે આસપાસ સોસાયટીઓ નહોતી.

પમ્પિંગ સ્ટેશનની ક્ષમતા વધારવા દરખાસ્ત કરી છે.

ડ્રેનેજ લાઇનની પમ્પિંગ સ્ટેશનના 13 એમએલડી પાણીની ક્ષમતા છે. ક્ષમતામાં વધારો કરવા માટે જીયુડીસીમાં દરખાસ્ત કરી છે. જેને મંજૂરી મળ્યા પછી પાણીની ક્ષમતા વધુ મળતાં કેનાલમાં જતા પાણીમાં ઘટાડો આવશે અને સમસ્યાનું નિરાકરણ થશે તેવું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

ગુંગડી તળાવથી જીવરાજપાર્ક, લાલેશ્વર પાર્ક, સાંઇ બંગ્લોઝ, ભોલેનાથ, સિલિકોન, શિવવિહાર અને રાજનગર સોસાયટી પાસેથી પસાર થતી કેનાલમાં ગંદુ પાણી ભરાતાં ગંદકી થઇ રહી છે./ સુનિલપટેલ

હાલ ત્વરિત કોઇ વિકલ્પ નથી : ઇજનેર

ભૂગર્ભ ગટરલાઇનના બેથી અઢી ફૂટના લેવલ ઉપર પાણી જાય તે કેનાલમાં જતુ હોય છે. જો તે અટકાવીએ તો બેક મારી રસ્તા, લોકોના ઘરોમાંથી બહાર આવે. પમ્પિંગ સ્ટેશનમાં લાઇટ જાય, મશીન બ્