• Gujarati News
  • યુનિ.એ પુસ્તકો છપાતાં ર્ડા. આદેશપાલનો ખુલાસો પૂછયો

યુનિ.એ પુસ્તકો છપાતાં ર્ડા. આદેશપાલનો ખુલાસો પૂછયો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિવાદ | હેમચંદ્રાચાર્ય ઉ.ગુ. યુનિવર્સિટી દ્વારા ઇન્ડીયન ડાયસપોરા વિભાગના ડાયરેક્ટરને નોટિસ

હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ઇન્ડીયન ડાયસપોરાના ડાયરેક્ટર ર્ડા.આદેશપાલ ફરી એકવાર વિવાદમાં સપડાયા છે. તેઓ દ્વારા પાંચ વર્ષ પહેલા ત્રણ પુસ્તકોના પ્રકાશન માટે રૂ.1.50 લાખનું ચૂકવણું કરાયું હોવા છતાં હજી બે પુસ્તકો પ્રકાશિત નહીં થતાં હિસાબ સરભર મામલે ઓડીટ પેરો નીકળતાં બાબતે યુનિવર્સિટીના કા. રજીસ્ટ્રાર દ્વારા તેઓનો ખુલાસો પૂછવામાં આવતાં મુદ્દો ચર્ચાનો વિષય બન્યો હતો. જોકે, ર્ડા.આદેશપાલે તેઓ સામેના આક્ષેપો બદનામ કરવાનું ષડયંત્રના ભાગરૂપે હોવાની પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી.

અંગેની વિગત એવી છે કે, ર્ડા. આદેશપાલ દ્વારા ક્રિએટીવ બુક્સ નવી દિલ્હીને આંતરરાષ્ટ્રીય સેમિનારની એક બુક અને ડાયસપોરા સેન્ટર ડેટાબેઝની બે બુક છાપવા માટે વર્ષ 2009માં વાઉચરથી ચૂકવણી કરવામાં આવી હતી. પરંતુ બુક્સ છપાઇને આવ્યાના કોઇ આધારો રજૂ થયા નથી તેવુ લોકલ ફંડના ઓડીટમાં વેરો ધ્યાને આવતાં આધારો રજૂ કરવા ર્ડા. આદેશપાલને સૂચવાયું હતું. જેમાં ર્ડા. પાલે ડેટાબેઝના બે પુસ્તક પ્રેસમાં છે તેવો જવાબ યુનિવર્સિટીને આપ્યો છે.

જોકે, જવાબ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી કહીને રજિસ્ટ્રાર દ્વારા ખુલાસો પૂછવામાં આવ્યો છે.

કયાં બે પુસ્તકો છપાયા નથી

{ડેટાબેઝ ઓફ માઇગ્રેટસ ફ્રોમ નોર્થ ગુજરાત : કેસ સ્ટડી ઓફ પાટણ ડિસ્ટ્રીક્ટ

{ડેટાબેઝ ઓફ માઇગ્રેટસ ફ્રોમ નોર્થ ગુજરાત : કેસ સ્ટડી ઓફ મહેસાણા ડિસ્ટ્રીક્ટ

રજિસ્ટ્રારે કઇ બાબતો રજૂ કરી ખુલાસો પૂછ્યો

{ત્રણપુસ્તકના ચૂકવણાના હિસાબો સરભર કર્યા છે જે સામે લોકલ ફંડ દ્વારા વાંધા લેવામાં આવ્યા અને તેની પૂર્તતા સમયસર કરી

{બેપુસ્તક પ્રકાશિત થયા નથી, હવે ઓડીટ પેરો આવ્યો એટલે પ્રેસમાં છે તેવો જવાબ ગ્રાહ્ય રાખી શકાય તેમ નથી.

{પુસ્તકપ્રકાશમાં વિલંબ થવાના સંતોષકારક કારણ યુનિ.ને જણાવેલ નથી.

{ત્રણભાવો મંગાવી નીચા ભાવની ઓફર ધ્યાને લઇ કાર્યવાહીના નિયમોનું પાલન જણાતુ નથી.

{જ્યારેપાકા બિલો રજૂ થયેલ હોય ત્યારે અેડવાન્સ બાબત ગ્રાહ્ય રાખી શકાય નહીં.

નાણાંની ઉચાપત કેમ ગણાવી ખુલાસો પૂછ્યો : રજિસ્ટ્રાર

બદનામ કરવાની કોશિષ : ર્ડા. આદેશ પાલ

ગ્રાન્ટજેતે વર્ષમાં ખર્ચ કરવાની હોય છે. એડવાન્સમાં ચૂકવણાની પરંપરા છે. 2012માં એક બુક આવી ગઇ છે. બે બુક આગામી આઠ મહિનામાં આવી જશે. પબ્લિસર એડ