• Gujarati News
  • સાંતલપુરના ફાંગલીની મારામારીની ઘટનામાં એક આરોપીની અટકાયત

સાંતલપુરના ફાંગલીની મારામારીની ઘટનામાં એક આરોપીની અટકાયત

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાંતલપુરતાલુકાના ફાંગલી ગામે ગાયો વાડામાંથી વાહનમાં ભરવા બાબતે થયેલી બોલાચાલી અને ઠપકામાં હુમલાની ઘટના સર્જાઇ હતી. જેમાં ઇજાપામેલા વ્યક્તિઓ પૈકી એકને અમદાવાદ ખાતે, ત્રણ વ્યક્તિને મહેસાણા અને બે ઇજાગ્રસ્તોને પાટણ ખાતે સારવાર આપવામાં આવી રહી છે. ગામમાં બંદોબસ્ત ચાલુ રાખવામાં આવ્યો છે. જ્યારે એક આરોપી આલાભાઇ મહાદેવભાઇ આયરને ગામમાંથી પકડી લેવાયા હતા. વધુમાં ઘટનામાં સામાપક્ષ દ્વારા પણ પોલીસ ફરીયાદ નોંધાવવામાં આવતાં તે અંગે તપાસ હાથ ધરાઇ હોવાનું પીએસઆઇ પ્રજાપતિએ જણાવ્યું હતું.