• Gujarati News
  • વડલીમાં ભૂંડ પકડાવવાના મામલે બે શખ્સો બાખડયા

વડલીમાં ભૂંડ પકડાવવાના મામલે બે શખ્સો બાખડયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરોમાં ગંદકી ઉલેચતાં ભૂંડ પ્રાણી હવે દૂર દૂરના અંતરીયાળ ગામડા સુધી પ્રસરી ગયાં છે. ખેતરોમાં અને ગામમાં ત્રાસ વધતો જઇ રાો છે. હવે ભૂંડના લીધે માણસો વરચે ઝઘડા પણ થવા લાગ્યાં છે. પાટણ તાલુકાના વડલી ગામે કુહાડી મારવા સુધીનો ઝઘડો થતાં આ મામલો પોલીસ દફતરે પહોંચી ગયો છે.
પાટણ તાલુકાના વડલી ગામના રહીશ નવીનભાઇ ખેંગારભાઇ પરમારે તેમના જ ગામના અરવિંદભાઇ જયંતીલાલ પરમારને શીખ લોકો પાસે ભૂંડ કેમ પકડાવે છે. તેવો ઠપકો આપતાં નવીનભાઇએ ગામમાં ભૂંડનો ત્રાસ વધી ગયાનું કારણ આગળ ધર્યું હતું. તેની નવીનભાઇ ઉશ્કેરાઇ ગયો હતો અને તેમના હાથમાંથી કુહાડી અરવિંદભાઇને ફટકારતાં તેઓને ઇજાઓ થઇ હતી. તેઓને લોહીલુહાણ હાલતમાં દવાખાને ખસેડાયા હતા. આ મામલે અરવિંદભાઇની ફરીયાદ આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.