• Gujarati News
  • પાટણમાંથી શેરડીરસના 3 મશીન જપ્ત

પાટણમાંથી શેરડીરસના 3 મશીન જપ્ત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરમાં પરવાનગી વગર ચાલતા શેરડી રસના ત્રણ સેન્ટરોમાંથી મશીન અને જ્યુસ સેન્ટરમાંથી ખરાબ કેરીનો જથ્થો શુક્રવારે તપાસમાં પાલિકાની ટીમે જપ્ત કર્યો હતો.

પરવાનગી વગર રસ્તા પર દબાણ કરીને કોલા સેન્ટરો ચાલતા હોવાનું ધ્યાને આવતાં શુક્રવારે પાલિકાના સેનેટરી ઇન્સપેક્ટર દીનેશ સોલંકી સહિતની ટીમ પોલીસ બંદોબસ્ત પાલિકા વાહન અને જેસીબી સાથે વિવિધ બજાર વિસ્તારમાં આકસ્મિક તપાસ આદરી હતી. જેમાં ચર્તુભુજ બાગ સામે અેક અને ચાણસ્મા હાઇવે લીલીવાડી સામે બે શેરડી રસના સેન્ટરો બિનપરવાનગીવાળા જણાતા મશીન જપ્ત કર્યા હતા. હિંગળાચાચર પાસે એક જ્યુસ સેન્ટરમાં તપાસ કરતાં આશરે 20 કિલો કેરીનો ખરાબ જથ્થો પાલિકાએ જપ્ત કર્યો હતો.