• Gujarati News
  • આરોગ્ય તંત્રના ગામમાં ધામા : કલેક્ટર, ડીડી, િજ. પં.પ્રમુખ સહિત તંત્ર કામે લાગ્યું રોગની ચકાસણી માટ

આરોગ્ય તંત્રના ગામમાં ધામા : કલેક્ટર, ડીડી, િજ. પં.પ્રમુખ સહિત તંત્ર કામે લાગ્યું રોગની ચકાસણી માટે ધારપુર મેડીકલ કોલેજ અને ગાંધીનગરની ટીમો કામે લગાડાઇ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના વામૈયામાં ભેદી રોગચાળાથી ત્રણનાં મોત

પાટણતાલુકાના વામૈયા ગામે છેલ્લા ચાર દિવસથી ફેલાયેલા ભેદી રોગચાળામાં બે બાળકો અને એક કિશોરનું મોત થયું હતું. જ્યારે ત્રણ વ્યક્તિ ને પાટણની ખાનગી હોસ્પિટલમાં સરવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે. ગામમાં સંખ્યાબંધ લોકો, તાવ, શરદી, ખાંસી, કળતરની બિમારીની લપેટમાં આવી ગયાં છે. રોગચાળાથી જિલ્લા આરોગ્યતંત્ર હરકતમાં આવી ગયું છે.

જોકે, ભેદી રોગ કયો છે તે હજુ નક્કી કરી શકાયું નથી. રોગના પરીક્ષણ માટે વિવિધ ટીમો કામે લાગી છે. રોગચાળાના પગલે ગામમાં ફફડાટ ફેલાયો છે.િજલ્લા મથકથી 14 કિમી દૂર 10 હજારની જનસંખ્યા ધરાવતાં વામૈયા ગામમાં છેલ્લા ચારેક દિવસથી ભેદી રોગચાળો ફેલાયો છે. ગામના જુદાજુદા વિસ્તારોમાં રહેતાં લોકોમાં તાવ, શરદી, ઉધરસ અને કળતરની બિમારી પ્રસરી છે. રોગચાળામાં બે બાળકો અને એક કિશોરનું મોત થતાં િજલ્લામાં આરોગ્ય તંત્રએ ગામમાં ધામા નાંખ્યા છે. રોગચાળાને વધતો અટકાવવા ઘરોમાં ફોગીંગ સર્વેલન્સ અને પોરાનાશક કામગીરી માટે 20 ટીમો કામે લાગી છે. બે ર્ડાક્ટરો દ્વારા પીડી શરૂ કરીને બિમાર દર્દીને સારવાર આપવામાં આવી રહી છે.

રોગચાળાને પગલે કલેક્ટર એચ.એન. ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી વી.એન. દેસાઇ, પ્રાંત અધિકારી ભરત જોષી, ઇએમ આર.ટી.પટેલ, જિલ્લા મેલેરીયા અધિકારી સનત જોષી, આરોગ્ય અધિકારી પી.કે.મકવાણા સહિતના અગ્રણી ગામમાં દોડી આવ્યા હતા. જિ.પં. પ્રમુખ મોહનભાઇ પટેલે પરિસ્થિતીની જાણકારી મેળવી હતી. જોકે, કયો રોગ છે તે આરોગ્ય તંત્ર હજુ સ્પષ્ટ કરી શકાયું નથી.

તેની ચકાસણી કરવા માટે ગુરુવારે ધારપુર મેડીકલ હોસ્પિટલની રેમીડ રીસ્પોન્સ ટીમે ગામના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી.

ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતાં દર્દી

{સેંધાજી કનુજી ઠાકોર {વાલીબેન રતનજી ઠાકોર {જામીબેન ભલાજી ઠાકોર

ખાનગી હોસ્પિટલોમાં સારવાર લેતાં દર્દી

ભેદી રોગચાળામાં એક કિશોર અને બે બાળકો નું મોત થયું

રોગચાળાને પગલે ગામ લોકો એકત્ર થયાં હતા.

સીરમ સેમ્પલ લેવાયાં

રોગચાળાનેલઇનેગામમાં એમ્બ્યુલન્સ અને ધારપુર મેડીકલ હોિસ્પટલ ખાતે સ્પેશ્યલ વોર્ડ તૈયાર રાખવામાં આવ્યો છે. રોગચાળામાં ત્રણ વ્યક્તિ ના મોત થયાં છે. જયારે ત્રણ દર્દી પાટણની ખાનગી હોિસ્પટલમાં સારવાર મેળવી રહ્યાં છે તેવું િજલ્લા મેલેરીયા અધિકારી સનત જોષીએ જણાવ્યું હતું.

હેમરેજીંગ વાયરલ ફીવરની આશંકા

પાટણનીખાનગીહોસ્પિ