શુભ દર્શન

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણના કાલિકા મૈયા પાવાગઢ કરતાં પણ નિરાળાં

શક્તિનીઆરાધના માટેના પર્વ નવરાત્રિનો ગુરુવારથી આરંભ થયો છે ત્યારે પાટણના નગરદેવી તરીકે શહેરીજનોની શ્રદ્ધાનું કેન્દ્ર ગણાતાં શ્રીકાલિકા માતાજી મંદિરે બપોરે ઘટસ્થાપન સાથે શક્તિની ભાવ-ભક્તિનો આરંભ થયો હતો. નોંધપાત્ર હકીકત છેકે, કાલિકા મૈયાના સંપૂર્ણ મુખારવિંદના દર્શન થતાં હોય તેવું દેશ-વિદેશમાં એક માત્ર મંદિર છે. માતાજીને શાસ્ત્રોક્ત વિધાન મુજબ દરરોજ અલગઅલગ વાહન પર સવારી પણ મંદિરે કરવામાં આવે છે.

ઐિતહાિસક પ્રાચીન પાટણનગરીના રાજવી દ્વારા નિર્મિત્ત દુર્ગ એટલે કે, કોટ કિલ્લામાં માતાજીનું સ્વયંભૂ પ્રાકટ્ય થયેલું છે. હાલમાં પણ શક્તિધામ કોટ કિલ્લાની અંદર શોભાયમાન છે. મહારાજા સિદ્ધરાજ જયસિંહ માતાજીના પરમ ઉપાસક હતા. પુરાણા ધામનું આધ્યાત્મિક મહાત્મય સદીઓ પછી આજે પણ અકબંધ છે. શહેર, જિલ્લામાં તેમજ પરપ્રાંતમાં માતાજીના ભક્તો મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને વર્ષે એકાદ વખત તો અવશ્ય આવીને ધન્યતા અનુભવે છે. નગરના તમામ વર્ણ, કોમ, જ્ઞાતિના લોકોની અાસ્થા સાથે શ્રી કાલિકા મૈયા અતૂટ રીતે વણાયેલા છે.

માતાજીના 7મી પેઢીના પરમ ઉપાસક િવદ્વાન પંડિત અશોકભાઇ વ્યાસે જણાવ્યા મુજબ, ગુરુવારે પ્રથમ નોરતેમાતાજીને હાથી પર સવારી કરાવવામાં આવી હતી. દરરોજ અલગઅલગ વાહન પર શક્તિને સવાર કરાય છે. સોમવારે વૃષભ અેટલે કે નંદી, મંગળવારે સિંહ, બુધવારે કુકડો, ગુરુવારે હાથી, શુક્રવારે ઐરાવત, શનિવારે વાઘ તેમજ રવિવારે સૂંઢવાળા સિંહ પર સવાર કરવામાં આવે છે.

કાલિકા માતાજીનાપ્રચલિત મંદિરો પાવાગઢ, કલકત્તા કાલીમઠ, ઉજ્જૈન અને પાટણ ખાતે આવેલાં છે. પાવાગઢમાં માતાજીના ચહેરાનો નેત્ર સુધીનો ભાગ દર્શન થાય છે. કાલીમઠમાં નાસીકા સુધી, ઉજ્જૈનમાં અપૂર્ણ મુખારવિંદનાં દર્શન થાય છે. જ્યારે એકમાત્ર પાટણમાં સંપૂર્ણ મુખારવિંદ સાથેની પ્રાચીન દુર્લભ પ્રતિમાના દર્શન કરી શકાય છે.

અત્રે પ્રતિદિનદેશ-વિદેશથી ખરીદ કરવામાં આવતાં નવીન રૂપ, રંગ, ઘાટવાળાં અાભૂષણોથી માતાજીને શૃંગાર કરવામાં આવે છે. તેમાં રેશમી અને િસન્થેટીક યાર્નમાંથી તૈયાર કરાયેલા ફુલ ઉપરાંત તાજાં ફુલોની માળાઓનો ઉપયોગ કરવામાં આવે છે તેમ અશોકભાઇએ જણાવ્યું હતું.

સૂંઢવાળા સિંહનુંવર્ણન ચંડીપાઠમાં વૈકૃતિક રહસ્યમાં શ્લોક 13થી 18માં આવે છે. મહિષાસુરનો વધ કરવાના સમયે શકિતએ તેમના વાહન નખવાળા સિંહના પંજા અને હાથીની સૂંઢ બક્ષી હતી.

શ્રી કાિલક