• Gujarati News
  • બોરસણ ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ મહિલાઓનાં મોત

બોરસણ ગામના તળાવમાં ડૂબી જવાથી ત્રણ મહિલાઓનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લા મથક પાટણથી આઠ કિમી દૂર આવેલા બોરસણ ગામે શુક્રવારે બપોરે પિતરાઇ ભાઇઓના એક જ કુટુુંબની ત્રણ મહિલાઓ ઘરે લગ્ન પતાવી ખેતરમાં આંટો મારી તળાવમાં સ્નાન કરવા જતાં એક પછી એક ઊડા પાણીમાં ગરક થઇ જતાં મોત નીપજતાં ગામમાં શોકની કાલીમા છવાઇ ગઇ હતી. જયારે આ મહિલાઓને ૧૦૮ મારફતે ધારપુર લાવવામાં આવી હતી. પરંતુ તેમના પ્રાણ નીકળી ગયા હતા.
પાટણ તાલુકાના બોરસણ ગામના સૂર્યાબેન રાજુજી કરશનજી (૩૩), ગં.સ્વ. જશીબેન પોપટજી સુરજજી (૩૨) અનુસંધાન પાન નં-૮ પર...

અને તારાબેન રમેશજી નાનજીજી ઠાકોર (ર૩) શુક્રવારે સવારથી ગામમાં તેમના જ કુટુંબમાં દીકરીની જાન ચંદ્રાવતી ગામેથી આવેલી હતી. તેમાં મહાલ્યા અને જમ્યા બાદ વળામણાને વાર હોઇ નજીકના ખેતરમાં આંટો મારવા અને વધારે ગરમી હોઇ સ્નાન કરવા ગયેલ હતા. તેઓ ખેતરેથી તળાવમાં નાહવા જતાં લપસી જતાં એકબીજાને બચાવવા જતાં ત્રણેય નર્મદાના ઊડા પાણીમાં ગરક થઇ ગયા હતા.
દરમિયાન એક નાની બાળકી જોઇ જતાં તેણે બૂમાબૂમ કરતાં નજીકના છાપરામાં રહેતા લોકો દોડી આવ્યા હતા. તેઓએ ગામમાં ફોન કરતાં પરીવારજનો પણ ઊંચા શ્વાસે દોડી ગયા હતા અને આઠ દશ તરવૈયાઓએ તળાવમાં કૂદી પડી અડધા કલાકે કાદવમાંથી બહાર કાઢયા હતા. દરમિયાન આવી પહોંચેલી ૧૦૮માં ધારપુર મેડીકલ કોલેજ ખસેડવામાં આવી હતી. પરંતુ ત્યાં સુધી ત્રણેયના મૃત્યુ થયાં હતા. આ ઘટનાને પગલે પાટણ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ સી.આર.પરમાર ધારપુર સરસ્વતી હોસ્પિટલમાં દોડી આવી પંચનામુ, પીએમ સહિતની પ્રવિધિ આટોપી હતી. જો કે ઘટના સ્થળે પ્રાંત અધિકારી ભરતભાઇ જોષી, ડીડીઓ ગૌરવ દહિયા, બીએચઓ ડાર્. દિનેશ પટેલ વગેરેએ પહોંચી ગયા હતા અને પીએમ કરાવી સરકાર તરફથી મળવાપાત્ર સહાય સત્વરે મળે તેના આદેશ કર્યા હતા.

લગ્નના મંગલ ગીતોને બદલે મોતના મરશીયાં ગવાયાં
કુટુંબના જગાજી જેઠાજી ઠાકોરના ઘરે દીકરીના લગ્ન હોઇ સવારથી માંગલિક માહોલ હતો. મંગલ ગીતો ગવાતાં હતા બપોરે પૈણત (હસ્તમેળાપ) અને જમણવાર પૂરો થઇ ગયા પછી આ ઘટના બનતાં ગામલોકો ડૂસકે ભરાયા હતા. ફટાફટ જાનને વળાવી દેવાઇ હતી. ગામમાં તેમજ ધારપુરમાં રોક્કળ કરતાં સબંધીઓ ઉમટી પડતાં કરૂણ આક્રંદથી સૌ હચમચી ઉઠયાં હતા.

ગામમાં બીજીવાર આવી ઘટના બની
ગામમાં ર૦ વર્ષ અગાઉ ટેબી તળાવમાં એક સાથે ત્રણ બાળકીઓ ડૂબી ગયાની ઘટના બની હતી. તે પછી બીજીવાર સપ્ત તળાવમાં ત્રણ મહિલાઓની આંખો મિંચાઇ ગઇ હતી.

ફોટો-૧૪ થી