• Gujarati News
  • પાટણમાં હીટવેવ : ચાણસ્મામાં યુવકનું મોત

પાટણમાં હીટવેવ : ચાણસ્મામાં યુવકનું મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વૈશાખ મહિનો અડધો પૂરો થઇ ગયો છે ત્યારે ગુજરાત અને રાજસ્થાનમાં એલટર્ થયેલ અપરએર સાયકલોનિક સરકયુલેશનમાં હિટ વેવ મંગળવારે પણ યથાવત રાો હતો. જેમાં સિઝનમાં બીજી વખત તાપમાન ૪૫ ડિગ્રીએ પહોંચી જતાં સમગ્ર જિલ્લો વેધર સાઇટોએ ગણાવ્યો હતો. દરમિયાન જિલ્લાના ચાણસ્મામાં એક યુવાનનું મૃત્યુ ગરમી ચડી જવાના કારણે થયું હતું. ગરમીના લીધે સનસ્ટોક, પીળીયો અને ઝાડા ઉલટીના કેસો ખાનગી દવાખાનામાં જોવા મળી રાાં છે.
ચાણસ્માના પોલીસ સ્ટેશન પાસે ચાની લારી ચલાવતાં અને શહેરના ગોગાવાળા મહોલ્લામાં રહેતાં ૩૨ વર્ષિય યુવાન ભીખાજી ઠાકોરને સવારે ઘરે ચક્કર આવતાં નીચે પડી ગયો હતો અને દવાખાને લઇ જવાય તે પહેલા તેનું મૃત્યુ નીપજયું હતું. જોકે, તેને દવાખાને લઇ જવાયો નહોતો. જેથી આરોગ્ય વિભાગ અજાણ હતો. આરોગ્ય તંત્રમાં આવી કોઇ ઘટના નોંધાઇ ન હોવાનું બ્લોક હેલ્થ ઓફિસર ડાર્. અલ્પેશ સાલવીએ જણાવ્યું હતું. જોકે, પરીવારજનો અને અન્ય લોકો ગરમી ચડી જવાના લીધે તેનું મૃત્યુ થયું હોવાનું કારણ જણાવ્યું હતું.
શનિવાર-રવિવારથી શરૂ થયેલી કાળઝાળ અને અગનઓકતી ગરમીના લીધે ઉકળાટ વરચે લોકોને માંડમાંડ દિવસ પસાર કરવો પડી રાો છે. ખાસ કરીને રાધનપુર, સાંતલપુર, સમી જેમાં સૂકા વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ ઘણુ વધારે રાું છે. રવિવાર-સોમવારે ૪૪ ડિગ્રી જેટલી ગરમી હતી. જેમાં હવામાનના નિદેશો મુજબ મંગળવારે તાપમાન ઉચકાયું હતું અને પારો ૪૫ ડિગ્રીએ પહોંચી જતાં સમગ્ર જિલ્લામાં સૂર્ય હોવાનો ઉલ્લેખ વેધર સાઇટોએ કર્યોહતો.
સાબરકાંઠામાં ગરમીના કારણે ત્રણ વૃદ્વાનાં મોતથી હાહાકાર
ઉંમરના કારણે મોત થયાં : જિલ્લા આરોગ્ય અધિકારી
જિલ્લા આરોગ્ય અધિકારી ડાર્.મનીષ ફેન્સીએ ભાવપુર ગામની મુલાકાત લઇ તપાસ કરતાં જણાવ્યું હતું કે, ઉંમરના કારણે ત્રણ વૃદ્ધ મહિલાનાં મોત થયાં છે. દર્દીના સગા-સબંધીઓને પુછપરછ કરતાં લૂ લાગવાના કે હિટસ્ટ્રોકના દર્દીઓમાં લ ાણો જોવા મળ્યા નથી. જોકે, ગામમાં મેડીકલ ઓફિસરની દેખરેખ હેઠળ દર્દીઓના સગા-સબંધીઓની શારીરિક તપાસ કરવામાં આવી છે.