• Gujarati News
  • જિલ્લામાં બીટી કપાસનું 3 ફુટે વાવેતર કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય

જિલ્લામાં બીટી કપાસનું 3 ફુટે વાવેતર કરવાથી વધારે ઉત્પાદન મેળવી શકાય

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જિલ્લામાંબીટીકપાસનું વાવેતર હવે રોકડીયા પાક તરીકે મોટા પ્રમાણમાં અપનાવવામાં આવી રહ્યું છે ત્યારે ખેડૂત સમુદાય તેમની જમીનમાંથી વાવેતરની પદ્ધતિ બદલવાથી વધારે ઉત્પાદન લઇ શકે છે. તેથી ઉલટુ પરંપરાગત પદ્ધતિથી વાવેતર કરવાથી પ્રતિ એકરે 7થી 10 ક્વિન્ટલ વધુ ઉત્પાદન મળવાથી નુક્સાન થઇ શકે છે તેવું ખેતી વિષયક કંપની અને કૃષિ તજજ્ઞોએ પ્રતિપાદીત કર્યું છે.

પાટણ તાલુકાના મીઠીવાવડી ગામે તાજેતરમાં બીટી કપાસનું ટુંકા અંતરે વાવેતર કરવાથી વધુ ઉપજ મેળવી શકાય છે તે અંગેનો નિદર્શન કાર્યક્રમ મોન્સેન્ટો કંપની દ્વારા યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પંચાયત વિભાગના સંસદીય સચિવ રણછોડભાઇ રબારી, પાટણ તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન ડી.જે.પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ પ્રકાશભાઇ પટેલ ઉપરાંત જિલ્લા ખેતીવાડી અધિકારી એમ.પી.ચૌહાણ, નાયબ ખેતી નિયામક આર.કે. ચૌધરી, નાયબ ખેતીવાડી વિસ્તરણ નિયામક શૈલેષભાઇ પટેલ, અધિકારીઓ ઉપરાંત લગભગ 20 જેટલા ગામોની 500 જેટલી બહેનોએ હાજરી આપીને તજજ્ઞીય માર્ગદર્શન મેળવ્યું હતું.

કાર્યક્રમની જાણકારી આપતાં પાટણ તાલુકાના નાયબ ખેતી વિસ્તરણ અધિકારી એસ.એસ. પટેલે કહ્યું હતું કે, જિલ્લામાં સામાન્યરીતે પાંચ ફુટના અંતરે બીટી કપાસ વાવેતર કરવાની પ્રણાલી રહી છે. પરંતુ 3 ફુટે વાવણી કરવાથી વધુ ઉપજ લઇ શકાય છે. તેમજ એકાદ વધારે વીણાટ પણ મળી શકે છે. કંપનીના તારણ મુજબ પ્રતિ એકરમાં પાંચ ફુટના વાવેતરમાં 13 ક્વિન્ટલ જ્યારે ત્રણ ફુટના વાવેતરમાં 20 ક્વિન્ટલ ઉત્પાદન મળી શકે છે. એટલે કે, એક એકરમાં સાત ક્વિન્ટલનો ફાયદો થઇ શકે છે. ઉપરાંત સામાન્ય રીતે બેથી ત્રણ વીણાટ ખેડૂતોને કપાસમાં મળતાં હોય છે.

છોડ ત્રણ ફુટનો થાય ત્યારે ટોચ કાપી દેવાય

જિલ્લામાંજોકે,ત્રણ ફુટના અંતરે વાવેતરની શરૂઆત છે. મીઠીવાવડીમાં પ્રયોગશીલ ખેડૂત વિરમભાઇ અંબારામ પટેલના ખેતરમાં નિદર્શન કરવામાં આવ્યું છે. જેમાં 3x1 ફુટના ગાળે વાવણી કરવાની હોય છે. છોડ ત્રણ ફુટનો થાય એટલે તેની ટોચ કાપી નાંખવાથી વધારે ડાળીઓ ફુટી શકે છે તેમ ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું.

મીઠીવાવડી ગામે બીટી કપાસ નિદર્શન કરી રહેલા પંચાયત સંસદીય સચિવ અને ખેડૂત સમુદાય (ભાસ્કર)