• Gujarati News
  • ઘઉ,દિવેલા સહિતના પાકો પલળી ગયા ,રાધનપુર સાંતલપુર વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉઠી: પંથકમાં મોડી સાંજ

ઘઉ,દિવેલા સહિતના પાકો પલળી ગયા ,રાધનપુર સાંતલપુર વિસ્તારોમાં ધૂળની ડમરીઓ ઉઠી: પંથકમાં મોડી સાંજ સુધી વરસાદ ચાલુ રહ્યો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાસ્કરન્યૂઝ.પાટણ,સમી,ચાણસ્મા

કમોસમી વરસાદે શનિવારે ફરી ઉત્તર ગુજરાતને ઘમરોળ્યો છે.પાક લેવાની અણીના સમયે કમોસમી વરસાદ થતાં ઘઉં, તમાકું અને દિવેલના પાકમાં નુકસાન થયું છે.મો મોં આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો છે.પાટણ, પાલનપુર હિંમતનગર અને મહેસાણામાં ભારે પવન સાથે વરસાદે નુકસાન કર્યું છે.શનિવારે વાતાવરણમાં આવેલા પલટા એકાએક ગાજવીજ અને કરા સાથે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડયા હતા.ઉનાળાના આરંભે વરસાદથી ખેતપેદાશોમાં ખેડૂતોને મોટુ નુકશાન ભોગવવું પડ્યું છે. અને શનિવારે પડેલા કમોસમી વરસાદથી ખળામાં લીધેલા તૈયાર પાક પલળી જતા વધુ એકવાર ખેડૂતોને નુકશાનનો માર પડયો હતો.

શનિવારે બપોરે પવનના સૂસવાટા અને ધૂળની ડમરીઓ સાથે રાધનપુર,સાંતલપુર અને વારાહી વિસ્તારોમાં આંધી જેવો માહોલ સર્જાયો હતો.જ્યારે પાટણ,ચાણસ્મા,હારીજ,સિધ્ધપુર પથકમાં વરસાદી ઝાપટા પડતા પાણીના ખાબોચીયા ભરાયા હતા.ચાણસ્મા શહેર અને આજુબાજુના અડીયા ચંદ્રુમાણા તેમજ અન્ય ગામોમાં બરફના કરા સાથેવરસાદ પડતા લોકોમાં અચરજ ફેલાયુ હતું.જોકે 20 મીનીટના વરસાદી માહોલ બાદ આકાશ એકદમ ખુલ્લુ થઇ ગયુ હતું.

વરસાદ પડતા ખેતીપાકો બચાવી લેવા ભારે દોડધામ સર્જાઇ હતી.ખેતરો અને ખળામાં ઘઉ અને દીવેલાનો પાક લેવાની કામગીરી ચાલી રહી છે જેમાં કેટલેક અંશે પાકો પલળી ગયા હતા.હારીજ માર્કેટમાં તાડપત્રીઓથી બોરીઓ ઢાંકી દેવાઇ હતી.ગોવના ગામના કાનજીભાઇ હમીરભાઇ દેસાઇએ જણાવ્યા મુજબ ઘંઉ અને તમાકુ પલળી ગયા હતા.ખેતરોમાં ઉભેલા એરંડા પણ ખરી પડયા હતા.ચાણસ્માના સેવાળાના લાલભાઇ દેસાઇ અને ચાણસ્માના અમરતભાઇ પટેલે પણ વરસાદથી ઘઉ સહીતના પાકોને નુકશાનની ચીંતા દર્શાવી હતી. કમોસમી વરસાદથી સમગ્ર ઉતર ગુજરાતના ખેડૂતોને ઘઉં, તમાકું અને દિવેલના પાકમાં ફરી એકવાર નુકસાન થયું છે.બીજી બાજુ ધાનેરા પંથકમાં કરા સાથે ભારે વરસાદ પડતાં ખેતરોમાં પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે તમાકુ, બાજરીના પાકોને વ્યાપક નૂકસાન થવાની ભિતી સેવાઇ રહી છે. જ્યારે લાખણી પંથકમાં વાવાઝોડાથી દુકાનો ઉપરના પતરાં ઉડી ગયા હતા.

નીચા વાદળો હોય તો વરસાદ કરા સ્વરૂપે પડે છે

જ્યારેહવામાંભેજનું પ્રમાણ વધુ હોય અને વાદળ નીચા સ્તરે બંધાયું હોય અને વરસાદ પડે તો તે સીધો બરફના કરા સ્વરૂપે પડે છે. સામાન્ય રીતે પણ આકાશમાંથી વરસાદ બરફ સ્વરૂપે પડે છે. પરંતુ જમીન સુધી આવતાં ઓગળીને પાણી સ્વરૂપ થઇ જાય છે.:- એમ.એચ. ચૌધરી (હવામાન શાસ્ત્રી, ડીસા)

સૂઇગામના હરસડ ગામે મંદિર ઉપર વીજળી પડી

સૂઇગામપંથકમાંશનિવારેકમોસમી વરસાદ પડયો હતો. જ્યાં હરસડ ગામે સાંજના સુમારે રામજી મંદિર ઉપર આકાશી વિજળી પડતાં મંદિરના ગૂંબજને નુકસાન થયું હતુ.

ધાનેરા

હારીજ

પાટણ

હારીજ માર્કેટમાં ખેડૂતો દ્વારા વેચાણ માટે લવાયેલો માલ પલળી ગયો હતો./ નરેન્દ્રઠાકર

હારીજમાં કમોસમી વરસાદને કારણે ખેતરે પડેલા એરંડાનો પાક પલળી ગયો હતો./ જીતુંસાધુ

અડીયા ગામે ભર ઉનાળે વરસાદ સાથે કરા પડ્યા હતા.

ધાનેરાપંથકમાં કરા સાથે કમોસમી વરસાદ પડતાં જાણે કે સફેદ ચાદર પાથરી હોઈ./રાજન ચૌધરી

પાટણ શહેરમાં શનિવારે એકાએક વતાવરણ પલટાતાં વરસાદી ઝપટા પડયા હતા./ભાસ્કર