• Gujarati News
  • સિદ્ધપુરમાં મેળાને લીધે....

સિદ્ધપુરમાં મેળાને લીધે....

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિદ્ધપુરમાં મેળાને લીધે....

ખાવાપડે છે. જો ખેડૂતોને સમયસર પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો નહીં મળે તો રવિખેતીના ઉત્પાદન પર માઠી અસર ઉભી થઇ શકે છે.

રવિવાવેતર અને પિયતનો સમય શરૂ થતાં માંગ વધી

રવિખેતીમાં ઘઉંના પાકનું વાવેતર અને રાયડો, દિવેલા, રજકો, વરીયાળી, જીરૂ, ગાજર સહિતના પાકમાં પિયતનો સમયગાળો શરૂ થતાં પાકને યુરીયા ખાતર આપવાનો સમય આવી ગયો હોવાથી ખાતરની માંગ ઉભી થઇ રહી છે.

ખેડૂતોનેદાણ-ખાણ ખરીદવા ફરજ પડાય છે.

ખાતરનીઅછતના કારણે પાટણ શહેરમાં કેટલાક તત્વો ખેડૂતોની લાચારીનો ગેરલાભ ઉઠાવી રહ્યાં છે. ભાટસણ ગામના બાબુભાઇ દેસાઇએ જણાવ્યું હતું કે, ખાતર લેવા માટે જઇએ એટલે ખાતરની સાથે દાણ-ખાણ કે દવા જેવી કોઇપણ વસ્તુ ખરીદવાની ખેડૂતને ફરજ પડાય છે અને જો ખેડૂત વસ્તુ ખરીદે તો તેને ખાતર આપવામાં આવતું નથી.

ખરા સમયે પૂરતુ ખાતર મળતુ નથી : ખેડૂતો

નવા ગંજમાં ખાનગી ખાતર ડેપો પર મળેલા મુના ગામના તળજાભાઇ રબારી અને મુકેશભાઇ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, પાકમાં ખાતર નાંખવાનો સમય પાકી ગયો છે ત્યારે હવે યોગ્ય સમયે પૂરતુ ખાતર મળતુ નથી. સવારના ખાતર લેવા માટે આવ્યા છીએ ત્યારે માંડ બપોરે હાથ લાગ્યું છે. કલાકો સુધી ખાતર માટે લાઇનમાં રહેવું પડે છે. જોકે, શોર્ટેજ છે છતાં પડાપડી નથી તેવું તાલુકા સંઘ ચેરમેન ડી.જે.પટેલે જણાવ્યું હતું.