• Gujarati News
  • ચાણસ્માપાસેથી ઝિલીયા હાઇવે પર આવેલા વોડાફોન ટાવરમાંથી શુક્રવારની મોડી

ચાણસ્માપાસેથી ઝિલીયા હાઇવે પર આવેલા વોડાફોન ટાવરમાંથી શુક્રવારની મોડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ચાણસ્માપાસેથી ઝિલીયા હાઇવે પર આવેલા વોડાફોન ટાવરમાંથી શુક્રવારની મોડી રાત્રે વોડાફોનની 24 અને આઇડીયાની 48 મળી કુલ 72 બેટરીઓ કિંમત 2.40 લાખની ચોરી થતાં ચાણસ્મા પોલીસ મથકે અજાણ્યા શખ્સો સામે ફરીયાદ દાખલ કરાઇ હતી.

પ્રાપ્ત થતી વિગત અનુસાર વોડાફોન કંપનીના ફિલ્ડ સિક્યુરીટી ઓફિસર દાનસંગજી કપુરજી ઠાકોરે જણાવ્યું હતું કે, પાટણ જિલ્લામાં વોડાફોનના 300 ટાવરો આવેલા છે. જે પૈકી ચાણસ્માના ઝિલીયા પાસેના ટાવરમાં વોડાફોન સાથે આઇડીયાની પણ ડીસ લગાવાઇ છે. ઝિલીયા ટાવર પર કોઇ રેસીડેન્ટલ કર્મચારી નથી. પરંતુ ટાવરમાં ચોરી કે અન્ય ઘટના બને તો સીધી જાણ સાયરન ટોન મારફતે વોડાફોનની ઓફિસે થતી હોય છે. શુક્રવારે મોડીરાત્રી ઝિલીયા ટાવરમાં ચોરી થઇ રહી હોવાની મુખ્ય ઓફિસને સાયરન ટોન દ્વારા જાણ થઇ હતી.