• Gujarati News
  • જશોદાબેને પુષ્યનક્ષત્રમાં ખરીદી કરી

જશોદાબેને પુષ્યનક્ષત્રમાં ખરીદી કરી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ પાિલકા ખાતે ફટાકડા સ્ટોલની હરાજી

108ની ટીમનો ક્રિકેટ ટૂર્નામેન્ટમાં વિજય

જિલ્લા કક્ષાના ખેલમહાકુંભમાં વિજેતા

પાટણ પાલિકા ખાતે ફટાકડા સ્ટોલની હરાજી કરાઇ હતી. (સુનિલ પટેલ)

પાલનપુર |જીવીકે- ઇએમઆરઆઇ દ્વારા સંચાલિત 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવાના કર્મીઓ વચ્ચે ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઇ હતી. જેમાં મહેસાણા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાની ટીમ વચ્ચે ક્રિકેટમેચનું આયોજન ઊંઝા ખાતે ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરાયું હતું. 60 જેટલા કર્મચારીઓએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં બનાસકાંઠાની ટીમનો વિજય થયો હતો. ટીમના સુકાની નરેશ પટેલે 53 રન ફટકારીને મેન ઓફ મેચનો મેડલ મેળવ્યો હતો.

પાલનપુર |પાલનપુર વિદ્યામંદિરના સ્પોર્ટસ એકેડેમી ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના ખેલમહાકુંભ 2014 અંતર્ગત ટેબલ ટેનિસ, ટેનિસ અને બેડમેન્ટન સ્પર્ધા યોજાઇ હતી. જેમાં 60ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ટેબલ ટેનિસ સ્પર્ધામાં અન્ડર45 માં ધમેન્દ્ર સી.વ્યાસ, અન્ડર16 માં મહેન્દ્ર ગુપ્તા, કુશ મોઢ તેમજ ટેનિસ સ્પર્ધામાં અન્ડર45 માં ઇન્દ્રવદન બી.પટેલ તથા અન્ડર16 માં મૌલિન ઇન્દ્રવદન પટેલ વિજેતા બન્યા હતા.

પાટણ |વડપ્રધાન પ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની અ.સૌ.જશોદાબેન ગુરુવારે ગૂપચૂપ પાટણની મુલાકાતે આવી ગયાં. તેઓએ હિંગળાચાચર સ્થિત સબંધીની દુકાનેથી સાંજે ગુરૂપુષ્યનક્ષત્રમાં ચાંદીની સાંઇબાબાની મૂર્તિ અને અન્ય ચીજોની ખરીદી કરી હતી. ત્યારબાદ સિદ્ધપુર હાઇવે ચાર રસ્તા નજીક સબંધી રાકેશ ભાટીયાની કટલરીની દુકાને જઇ રૂમાલ અને સાદી કંગનની ખરીદી કરી હતી. તેઓ અડધો કલાક જેવું રોકાઇને તેમના ભાઇ સાથે પરત નીકળી ગયાહતા. (ભાસ્કર)

ન્યૂઝ ઇન બોક્સ