• Gujarati News
  • ડીસામાં પેટ્રોલપંપ ઉપર બાઇક સળગતા અફડાતફડી

ડીસામાં પેટ્રોલપંપ ઉપર બાઇક સળગતા અફડાતફડી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ડીસા : ડીસાનાપાટણ હાઇવે ચાર રસ્તા નજીક આવેલા પેટ્રોલ પંપ પર શુક્રવારે સવારે અચાનક બાઇક સળગતાં અફડા તફડી મચી હતી. જોકે કર્મચારીઓની સમયસુચકતાથી મોટી દુર્ઘટના ટળી હતી. હિન્દુસ્તાન પેટ્રોલીયમ કંપનીના પેટ્રોલ પંપ (હાપુજીનો પેટ્રોલપંપ) ઉપર આસેડાનો યુવક બાઇકમાં પેટ્રોલ ભરાવવા આવતા પેટ્રોલ ભરીને બાઇક સ્ટાર્ટ કરવા કીક મારતાં પ્લગનો ભાગ ખુલ્લો હોઇ સ્પાર્ક થતાં બાઇક સળગવા લાગ્યું હતું. પંપની નજીક બાઇક સળગતાં અફડાતફડી મચી હતી. જોકે કર્મચારીઓએ ફાયર સેફટી માટે રાખેલ ગેસની બોટલ દ્વારા છંટકાવ કરી આગને કાબુમાં લેતાં તેના દુર્ઘટના ટળી હતી.