• Gujarati News
  • પોલિટેકનિક પાસે જીપની ટક્કરે મોટા નાયતાના શિક્ષકને ઇજા

પોલિટેકનિક પાસે જીપની ટક્કરે મોટા નાયતાના શિક્ષકને ઇજા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરમાં યુનિવર્સિટી રોડ પર કે.ડી.પોલિટેનિક કોલેજ પાસેથી મોટા નાયતા ગામના શિક્ષક બાઇક પર પસાર થઇ રહ્યાં હતા તે વખતે એક જીપે બાઇકને ટક્કર મારતાં તેમને ઇજાઓ થવા પામી હતી. ઉલ્લેખનીય છેકે, અકસ્માતની ઘટના રખડતી ગાયના કારણે બની હતી.

પ્રાપ્ત થતી વિગત અનુસાર સમી તાલુકાના ધધાણા ગામના વતની રઘુભાઇ કેશાભાઇ પ્રજાપતિ હાલ પાટણ મહાદેવનગર સોસાયટીમાં રહે છે અને મોટાનાયતા ગામની માધ્યમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. શુક્રવારે તેઓ તેમનું બાઇક (જીજે-24જે-8486) લઇને મોટાનાયતા ગામે નોકરી જઇ રહ્યાં હતા તે વખતે પાટણની કે.ડી.પોલિટેકનિક કોલેજ પાસે એક જીપે બાઇકને ટક્કર મારતાં રઘુભાઇને માથાના અને ખભાના ભાગે ઇજાઓ થવા પામી હતી. તેમને સારવાર માટે જનતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અંગે પાટણ શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાઇ હતી.