• Gujarati News
  • પાલિકાએ કેનાલમાંથી કચરો ઉલેચ્યો છતાં ગંદા પાણીનો નિકાલ ઠેરનો ઠેર

પાલિકાએ કેનાલમાંથી કચરો ઉલેચ્યો છતાં ગંદા પાણીનો નિકાલ ઠેરનો ઠેર

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણશહેરના લાલેશ્વરપાર્કથી શિવવિહાર સોસાયટી સુધીની કેનાલમાં ગટરના ગંદા પાણીનો નિકાલ થતાં રહીશોની રજૂઆત બાદ જિલ્લા કલેક્ટરે સ્થળ મુલાકાત લીધી હતી અને પાલિકાને સફાઇ કરવા સૂચના આપી હતી. જેને પગલે નગરપાલિકા દ્વારા જેસીબીથી કેનાલમાં પડેલા કચરાને ઉલેચીને સાઇડમાં કરાવવામાં આવ્યો છે. પણ કેનાલમાંથી ગંદા પાણીનો નિકાલ થતાં બંને સાઇડમાં કચરો પડી રહેતાં દુર્ગંધની સમસ્યા યથાવત રહેવા પામી હતી.

શહેરમાં મીરાં દરવાજા નજીકની ડ્રેનેજ લાઇનનું વધારાનું પાણી જીવરાજપાર્ક સોસાયટી નજીકની કેનાલથી નીકળીને વસ્ત્રાસર નિકાળવામાં આવતુ હોય છે. વિસ્તારમાં સાંઇબંગ્લોઝ, સીલીકોન, રાજનગર, શિવ વિહાર સહિત સોસાયટીઓ આવેલી છે જ્યાં કેનાલમાં ગંદા પાણી અને કચરો ભરાઇ રહેતાં રહીશોને આરોગ્ય જોખમાય તેવી ભીતી રહેતાં ના છૂટકે માટી નાંખીને કેનાલ પુરાણ કરીશું તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. બાદમાં કલેક્ટર એચ.એન.ઠક્કરે કેનાલ સાઇટની વિઝીટ કરી હતી અને પાલિકાને કેનાલ સફાઇ ...અનુસંધાનપેજ-08



પેજ-10

પાલિકાએ કેનાલમાંથી...

કરવા સૂચના આપી હતી. પાલિકાની ટીમ દ્વારા ગુરુવારે કેનાલમાંથી પ્લાસ્ટીક સહિતનો કચરો બહાર કાઢી સાઇડમાં ઠલવાયો હતો. પરંતુ કચરાનો અન્યત્ર નિકાલ કરાતાં કેનાલ સાઇડમાં ગંદકી થવા લાગી છે. ગંદકીનો હલ થયો

સાંઇ બંગ્લોઝના રાજુભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, નગરપાલિકાએ સફાઇનું માંડ 20 ટકા જેટલુ કામ કર્યું છે. કચરો બહાર કાઢ્યો પણ સાઇડ પર ઠાલવીને જતાં રહ્યાં છે. જેના કારણે ગંદકી યથાવત રહી છે. ગંદુ પાણી પણ આગળ ગેટ બંધ થતાં બેક મારી રહ્યું છે. શિવવિહારના મુકેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, કેનાલની ગંદકીથી કંટાળી ગયા છીએ, સોસાયટીમાં દુર્ગધ આવતી હોય છે. સત્વરે ગંદા પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરવી જોઇએ.

સિંચાઇનું પાણી છોડાતાં ગેટ બંધ કરાયો છે

ગુંગડીકેનાલમાંજીવરાજપાર્કથી છેક પદ્મનાભ તરફથી આવતી કેનાલના વળાંક સુધી અંદર પડેલ કચરાને બહાર કાઢી લેવાયો છે. પરંતુ હાલ આગળ સિંચાઇ માટે પાણી છોડવામાં આવેલ છે એટલે ગુંગડી સાઇડની કેનાલમાં પાણી આવે એટલે ગેટ બંધ કરાયો છે. ત્યાર પછી કેનાલમાં ડ્રેનેજનું પાણી જાય તે માટે ટેકનિકલી આયોજન કરાઇ રહ્યું છે તેમ ચીફ ઓફિસર આર.એચ. પટેલે જણાવ્યું હતું.

ગુંગડી તળાવથી જીવરાજપાર્ક, લાલેશ્વરપાર્ક, સાંઇ બંગ્લોઝ, ભોલેનાથ, સિલિકોન, શિવવિહાર અને રાજનગર સોસાયટી પાસેથી પસાર થતી કેનાલમાંથી કચરો બહાર