• Gujarati News
  • જાથા દ્વારા ઉ.ગુ.માં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો કરશે

જાથા દ્વારા ઉ.ગુ.માં અંધશ્રદ્ધા નિવારણ કાર્યક્રમો કરશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પાટણ: રાજયમાં જનસમુદાયને ધાર્મિક અંધશ્રદ્ધામાંથી બહાર લાવીને છેતરપિંડીનો ભોગ બનતી અટકાવવા કાર્યરત ભારત જનવિજ્ઞાન જાથા દ્વારા આગામી ગણેશ મહોત્સવ તેમજ નવરાત્રી પર્વમાં ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ તેમજ બનાસકાંઠા જિલ્લામાં ત્રણ દિવસ સુધી કાર્યક્રમો હાથ ધરવા જઇ રાું છે તેમ ચેરમેન જયંત પંડયાએ જણાવ્યું છે.
ચેરમેને જણાવ્યા મુજબ, જનજાગૃતિ કાર્યક્રમનું શાળા, કોલેજો, છાત્રાલયો, સામાજિક સંસ્થાઓ, યુવક મંડળો, સામાજિક રાષ્ટ્રીય પ્રસંગોએ આયોજન કરવામાં આવતુ હતું. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોથી ત્યૌહાર, ઉત્સવ, ધાર્મિકપ્રસંગો નવરાત્રી, ગણેશ મહોત્સવ વગેરેમાં મહત્તમ આયોજન થાય છે. જાથાના કાર્યક્રમની માંગનેકારણે આવર્ષે મહેસાણા, પાટણ, પાલનપુર આસપાસના વિસ્તારો માટે ત્રણ દિવસની ફાળવણી કરવામાં આવી છે. જાથાની ટીમના સદસ્યો એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્મ, લોહી નીકળવું, બેડી તૂટવી, નજરબંધી, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલમાંથી હાથેથી પૂરી તળવી, કર્ણપિશાચ વિધાર્થી કાનેથી ચિઠ્ઠી વાંચવી, હઝરતના ગોળામાં જોવું, બોલતુ તાવીજ, ઇલમનું ડિંડક, હવામાં શરીરનું સ્થિર રહેવું જેવા નિદર્શન કરી સ્થળ પર જ લોકોને શીખડાવી દેવામાં આવે છે તેમ તેમણે વધુમાં યાદીમાં જણાવ્યું છે.