• Gujarati News
  • સુજનીપુર પાસે કારની ટક્કરે બે યુવકો ઘાયલ

સુજનીપુર પાસે કારની ટક્કરે બે યુવકો ઘાયલ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સરસ્વતીતાલુકાના સુજનીપુર બસ સ્ટેન્ડ નજીક શનિવારે સવારે એક મારૂતિ ગાડીએ બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર ચારૂપ ગામના બે યુવકોને ઇજાઓ થવા પામી હતી.

પ્રાપ્ત થતી વિગત અનુસાર ચારૂપ ગામના રાજુસિંહ શંકરસિંહ હડીયોલ અને દિલીપસિંહ મોહનસિંહ રાજપૂત શનિવારે સવારે બાઇક પર ચારૂપથી પાટણ જઇ રહ્યાં હતા તે વખતે સુજનીપુર બસ સ્ટેન્ડ નજીક પહોંચતાં મારૂતિ કારે (જીજે-3એફકે-6036) બાઇકને ટક્કર મારતાં બાઇક પર સવાર બંને યુવકો રોડ પર પટકાયાં હતા. જેમાં રાજુસિંહ હડીયોલને પગના ભાગે ફ્રેક્ચર થયું હતું. જ્યારે દિલીપસિંહ રાજપૂતને શરીરે ઇજાઓ થવા પામી હતી. જો કે બંને ઇજાગ્રસ્ત યુવકોને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ મારફતે ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે અંગે પાટણ તાલુકા પોલીસ મથકે મારૂતિ કારના ચાલક સામે ફરીયાદ નોંધાઇ હતી જેને પગલે પોલીસે કારના ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.