• Gujarati News
  • ભારે વરસાદથી રસ્તાઓમાં ગાબડાં, મિલકતોને નુક્સાન

ભારે વરસાદથી રસ્તાઓમાં ગાબડાં, મિલકતોને નુક્સાન

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરસાદે વિરામ લીધો પણ હજુ ધનાવાડાના છાપરાનો રસ્તો પાણીમાં ગરકાવ : શહેરના પાંચ વિસ્તારોમાં મકાનની દીવાલ ધરાશયી, ચાર જગ્યાએ કોટમાં ભંગાણ

શહેરમાંપાછલા ત્રણ દિવસના વરસાદથી વિવિધ વિસ્તારમાં ભરાયેલા પાણી ઓસરવા લાગ્યાં છે. જોકે, ભારે વરસાદના કારણે કેટલાક વિસ્તારના માર્ગોનું ધોવાણ થતાં જર્જરીત બનવા પામ્યાં છે. જો કે વરસાદે વિરામ લીધો પણ હજુ ધનાવાડાના છાપરાના રસ્તામાં ઢીંચણ સમા પાણી ભરાઇ રહેતાં રહીશો હાલાકીમાં મૂકાયાં છે. ભારે વરસાદના કારણે પાંચ વિસ્તારોમાં જર્જરીત મકાનની દિવાલ પડી ગઇ છે તેમજ ચાર વિસ્તારમાં કોટની દિવાલમાં ગાબડાં પડ્યાં હતા.

સિદ્ધી સરોવરનો રસ્તો જોખમી બન્યો

સિદ્ધીસરોવરતરફ જતાં રસ્તામાં ભૂગર્ભ ગટર નાંખવા ખોદકામ કરાયા બાદ મેટલીંગ કરાયેલું હતું. જેમાં વરસાદ પડતાં મેટલ કામમાં ધોવાણ થતાં આંગણવાડીથી માંડીને મસ્જિદ સુધીનો માર્ગ વાહન ચાલકો માટે જોખમી બન્યો છે. એમાંયે નહેર સાઇડની દિવાલ વરસાદમાં તૂટી જતાં ભારે વાહનો માટે માર્ગ ભયજનક બનવા પામ્યો છે.

ઠેર ઠેર મકાન, દીવાલ, કોટ ધરાશયી થયા

-કોકાનાપાડા, ડંક મહેતાના પાડામાં જર્જરીત બે મકાન પડી ગયાં

-ઘીવટાનાખેજડાના પાડામાં બંધ મકાનનો ઉપરનો ભાગ તૂટી જતાં જોખમી બન્યો

-નાગરવાડામાંકારખાનાની દિવાલ તૂટી પડી

-ખડકીનાબંધ મકાનની દિવાલ પડી

-લોટેશ્વરકંદોઇની બીજી શેરીમાં મકાનની દિવાલ જમીનદોસ્ત

-પંચાસરાધર્મશાળાની પાછળના કોટની દિવાલમાં ગાબડુ

-ફાટીપાળદરવાજાની સાઇડના કોટમાંથી કાંગરા ખરી પડ્યાં

-ઇદગાહનજીક નહેર સાઇડનો કોટ તૂટી જતાં રસ્તો ભયજનક

-જોગીવાડાશામળા પાશ્વનાથ જિનાલયની પાછળ કોટનો ભાગ જર્જરીત

નવા રસ્તામાં ગાબડા

ગતઓગસ્ટમહિનામાં મુખ્યમંત્રીના આગમન ટાંકણે તાબડતોડ વહીવટી તંત્ર દ્વારા ટીબી ત્રણ રસ્તાથી માંડી રાણીની વાવ સુધી પેવર રસ્તો બનાવવામાં આવ્યો હતો. જેમાં ફાટીપાળ દરવાજાથી બી.ડી. હાઇસ્કૂલના છાત્રાલય અને ત્યાંથી રાણકી વાવ તરફ જતાં વળાંકના રસ્તાનું વરસાદી પાણીથી ધોવાણ થતાં ઠેર ઠેર ગાબડાં સજાર્યેલા છે. જેમાં તંત્ર દ્વારા મેટલ, રોડા, નાંખી પુરાણ કરવામાં આવ્યું છે. નજીકમાં રહેતાં સવિતાબેન ઠાકોરે જણાવ્યું હતું કે, એક મહિના પહેલા રસ્તો નવો બનાવ્યો હતો ત્યાંજ ભૂવા પડતાં પૂરાણ કરાયું છે અને વરસાદમાં ફરી રસ્તો ખરાબ થયો છે.

ધનાવાડાના મકાનોમાં પાણી ઓસર્યુ, રસ્તો હજુ બંધ

કરંડીયાવીર તરફજતાં ધનાવાડા છાપરાના મકા