તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ગુજરાત સ્ટેટ બાયો

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ગુજરાત સ્ટેટ બાયો

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલ ખાતે ગુજરાત સ્ટેટ બાયો ટેકનોલોજી મિશન અંતર્ગત નેશનલ સેમિનાર યોજાયો હતો. (ભાસ્કર)

પાટણ યુનિ.માં પશુ-પ્રાણીના ડીએનએ બારકોડ અંગેનો નેશનલ સેમિનાર યોજાયો

{ડીએનએ બારકોડનો ઉપયોગ સજીવોની ઓળખ તેમજ જીવોની તસ્કરી રોકવા

તજજ્ઞોએ ડીએનએનીમહત્તા સમજાવી

ડીએનએબારકોડનોઉપયોગ સજીવોની ઓળખ તેમજ જીવોની તસ્કરી રોકવા માટે કરવામાં આવે છે. નવી દિલ્હીના તજજ્ઞ ર્ડા. મુખોપાધ્યાયે ડીએનએ બારકોડીંગને આંતરરાષ્ટ્રીય કક્ષાનું રીસર્ચ ગણાવીને સંશોધન કેવીરીતે કરવું તે જણાવી તેના વિષે ઉંડી સમજ આપી હતી. ર્ડા. દિપુબા દેવડાએ સમાજ અને વ્યક્તિના વિકાસમાં તેની મહત્તા સમજાવી હતી. ર્ડા. દિપાંકરદાસેે પશુઓના રોગો નિવારવા માટેની વેક્સીન વિષે માહિતી આપી હતી. દહેરાદુન ઉત્તરાંચલના ર્ડા. એસ.કે. ગુપ્તાએ ફોરેન્સિક સાયન્સમાં અને રાજસ્થાનના ર્ડા. એન.પી.સિંહે કૃષિ ક્ષેત્રે ડીએનએના મહત્વની છણાવટ કરી હતી તેવું કો.ઓર્ડિનેટર ર્ડા. સંજય દવેએ જણાવ્યું હતું.

ભાસ્કર ન્યૂઝ. પાટણ

હેમચંદ્રાચાર્યઉત્તર ગુજરાત યુનિ. ખાતે એનિમલ ડીએનએ બારકોડીંગ અંગેનો એક દિવસીય સેમિનાર શનિવારે યોજાયો હતો. જેમાં રાષ્ટ્રીયકક્ષાના તજજ્ઞો, વૈજ્ઞાનિકો દ્વારા જીવસૃિષ્ટ, વનસ્પતિ તેમજ મશરૂમ વગેરેના જાતિ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ તેમજ ગુજરાત સ્ટેટ બાયોટેકનોલોજી મિશન, ગાંધીનગરના ઉપક્રમે એક દિવસીય સેમિનારમાં ડિપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ન્યુ િદલ્હીથી ર્ડા. એ.મુખોપાધ્યાય, રાજસ્થાન યુનિ.ના ર્ડા. એન.પી. સીંઘ, એમ.એસ.યુનિ.વડોદરાના ઝીઓલોજી ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી બરખા પુરોહિત, કુલપતિ ર્ડા. આર.એલ.ગોદારા, ઉપકુલપતિ ર્ડા. દિપુબા દેવડા તેમજ રજિસ્ટ્રાર ર્ડા. દિલીપ પટેલ વગેરે હાજર રહ્યાં હતા.