• Gujarati News
  • 14 Year Girl Saved By Four Women At Sidhdhpur Patan District

સિદ્ધપુરની 4 વૃધ્ધાઓને 14 વર્ષની બાળકીને પીંખાતી બચાવવાનો આનંદ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર: બાળકીને બચાવનાર ચારેય )

ચાર મર્દાનીઓની બહાદુરી: 'એ નગ્ન પિશાચ ભાગવા જતો હતો, અમારી પાસે દાતરડું હોત તો વાઢી જ નાખ્યો હોત'
સિદ્ધપુર: સિદ્ધપુરમાં 14 વર્ષની કિશોરીને બળાત્કારીના મુખમાંથી બચાવવા અંગે ચારેય વૃદ્ધાઓ આનંદની લાગણી વ્યક્ત કરે છે. સાથે આરોપી પ્રત્યે તિવ્ર ગુસ્સો પ્રગટ કરતા કહે છે કે, જો એ વખતે અમારી પાસે દાતરડું હોય તો એ નગ્ન પિશાચને વઢી જ નાખ્યો હોત. બિંદુ સરોવર પ્રાથમિક શાળા-4માં ધો. 6માં અભ્યાસ કરતી 14 વર્ષની સગીરા મંગળવારે સવારે 11 કલાકે શાળાએથી શંકરપુરામાં ઘર તરફ જઇ રહી હતી ત્યારે એક નરાધમે તેને ઝાડીમાં ઢસડી જઈને તેના પર બળાત્કાર કરવાનો પ્રયસ કર્યો હતો.
બનાવની વિગત મુજબ કિશોરી રેલવેના પાટા પાસે ઓપનએર થિયેટર પાછળના ભાગેથી ઝાડીવાળા રસ્તેથી પસાર થતી હતી ત્યારે કેન્સર હોસ્પિટલમાં વોચમેન તરીકે ફરજ બજાવતો પરમાર દિનેશ ડાહ્યાભાઇ અગાઉથી જ ઝાડી પાસે બાઇક લઇને ઉભો હતો. તેણે કિશોરીને બાઇક ઉપર બેસવા જણાવ્યું હતું. પરંતુ કિશોરીએ ના પાડતાં તે બળજબરીપૂર્વક તેને એકાંતવાળી ઝાડીમાં ખેંચી ગયો હતો અને કિશોરી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો.
આ સમયે પાસેની ઝાડીમાં લાકડા કાપતી ચાર વૃદ્ધાઓ ભીખીબેન, બબુબેન, કેશીબેન અને લક્ષ્મીબેને છોકરીની ચીસો સાંભળી દોડી આવી હતી, અને યુવકને પકડી પાડી અન્ય લોકોની મદદથી પોલીસને હવાલે કર્યો હતો. જ્યાં પીએસઆઇ એસ.એ. દેસાઇએ ફરીયાદ નોંધી આરોપીને સળીયા પાછળ ધકેલાયો હતો.
બાળકીને બચાવનાર વૃદ્ધાઓએ દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, ઘરડા ઘડપણમાં એક સારું કામ કર્યાનો અમને આનંદ છે. બાળકીને બચાવનાર ચાર વૃદ્ધાઓ બાળકી માટે તારણહાર બનીને આવ્યા હતા અને તેનો જીવ અને ઈજ્જત બચાવી લીધી હતી.
(1) ભીખીબેન રૂપાજી ઠાકોર (ઉંમર વર્ષ : 60)
(2) બબૂબેન રામસંગજી ઠાકોર (ઉંમર વર્ષ : 70)
(3) કેશીબેન કચરાજી ઠાકોર (ઉંમર વર્ષ : 62)
(4) લક્ષ્મીબેન (નંદાબેન) હમીરજી ઠાકોર (ઉંમર વર્ષ : 61)
આગળ ક્લિક કરો અને વાંચોઃ વૃધ્ધાઓએ જણાવ્યું કે અમારી પાસે દાતરડું ન હતું, નહીં તો જવા જ ન દેત