બફાટ / અરવલ્લીના મેઘરજમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ બાફયુ ‘કમલનાથને ત્યાં ચોકીદારે રેડ પડાવી’

Chief Minister Vijay Rupani, in the Meghraj, threw Bawei a guard of thunder at Kamalnath

  • એકબાજુ ચોકીદાર છે બીજીબાજુ ચોરોની જમાત ભેગી થઈ હોવાનું જણાવ્યું હતું.

divyabhaskar.com

Apr 14, 2019, 02:49 AM IST

અમદાવાદ: લોકસભા ચૂંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે મુખ્યમંત્રી રૂપાણીએ અરવલ્લીના મેઘરજમાં અતિ ઉત્સાહમાં આવીને "કમલનાથને ત્યાં ચોકીદારે રેડ પડાવી" હોવાનો જાહેરસભામાં બફાટ કર્યો હતો. કોંગ્રેસે અગાઉ પણ ભાજપ સામે આવકવેરા વિભાગના અધિકારીઓને કઠપૂતળી બનાવી કોંગ્રેસ સામે ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ કર્યા હતા. ત્યારબાદ ભાજપે પણ સત્તાવાર રીતે કહ્યું હતું કે આ તમામ રેડ સ્વતંત્ર એજન્સી કરતી હોય છે આમાં ભાજપના ઇશારે રેડ કરવામાં આવતી નથી.

એમપીના સીએમએ ૭૦૦ કરોડનું કૌભાંડ આચરતા ચોકીદારે રેડ પડાવી: મધ્યપ્રદેશના કોંગ્રેસના મુખ્યમંત્રી કમલનાથ સાથે સાંકળયેલા લોકોના ૫૦ ઠેકાણે આઈ.ટી એ દરોડા પાડ્યા હતા. લોકસભાની ચૂંટણીમાં વૈમનષ્ય રાખી ભાજપના ઈશારે આવકવેરા વિભાગે દરોડા પાડી કરોડો રૂપિયા રોકડા અને બેનામી સંપત્તિ મળી આવી હતી કોંગ્રેસે આદર્શ આચારસંહિતા ક્યાં છે..?

કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગના અધિકારીઓને કઠપૂતળી બનાવીને કોંગ્રેસ સામે ઉપયોગ કરી રહી હોવાના આક્ષેપ કર્યા હતા ભાજપના નેતાઓ અને પ્રવક્તાઓ એ કોંગ્રેસના આક્ષેપને ફગાવી દીધા હતા. ત્યારે કોંગ્રેસના આક્ષેપને સાચા પુરવાર કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે ચાર મહિનામાં મધ્યાહન ભોજનમાં ગોટાળો કરી ૭૦૦ કરોડનું કૌભાંડ આચરતા ચોકીદારે રેડ પડાવી. બધા બેઇમાન લોકો પાસેથી રૂપિયા નીકળ્યા એટલે બૂમો પાડે છે તેમ ભાર પૂર્વક જણાવ્યું હતું,

એટલે હવે બધા ભેગા થઈ મોદી હટાવો મોદી હટાવોની બૂમો પાડે છે. મોદી વધુ ૫ વર્ષ રહેશે તો આ બધા કૌભાંડીઓ જેલ ભેગા થઈ જશે. ચોકીદાર ચોર નહિ સ્યોર છે તેમ જણાવ્યું હતું.

સીએમ સભામાં ઉમેદવારનું નામ લેવાનું ભૂલ્યા: મેઘરજ ખાતે સાબરકાંઠા લોકસભા ચૂંટણીને લઈ યોજાયેલી જાહેરસભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કોંગ્રેસને આડે હાથે લઈ આકરા પ્રહારો કર્યા હતા અને આપણા ચોકીદાર ચોર નહિ સ્યોર છે એકબાજુ ચોકીદાર છે બીજીબાજુ ચોરોની જમાત ભેગી થઈ હોવાનું જણાવ્યું હતું.

રાહુલ બાબાને ખેડબ્રહ્માનું નામ પણ બોલતા નહિ આવડતું હોય તેવા તીખા વાકબાણ કરનાર મુખ્યમંત્રી વિજય રૂપાણી ખુદ સાબરકાંઠા લોકસભા બેઠકના ઉમેદવાર દીપસિંહ રાઠોડનું નામ લેવાનું ભૂલી ગયા હતા અને નરેન્દ્ર મોદી અને કમળના નિશાનને વોટ આપવા અપીલ કરતા ઉમેદવારનું નામ જ સભા દરમિયાન ન બોલતા લોકોમાં તરહ-તરહની ચર્ચાઓ શરૂ થઈ હતી.

X
Chief Minister Vijay Rupani, in the Meghraj, threw Bawei a guard of thunder at Kamalnath

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી