'રામ રાખે તેને કોણ ચાખે', મહિ‌લાએ ફુટપાથ પર પુત્રને જન્મ આપ્યો

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- દેત્રોજ નજીક ઇંટવાડામાં મજૂરી કામ કરતી પરપ્રાંતિય મહિ‌લાએ ફુટપાથ પર પુત્રને જન્મ આપ્યો
- ડિલીવરી મુશ્કેલ જણાતાં સરકારી હોસ્પિટલનો સ્ટાફ મહિ‌લાને ખાનગી હોસ્પિટલમાં લાવ્યો


કડીમાં મંગળવારે અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો હતો. દેત્રોજ નજીક ઇંટવાડામાં મજૂરી કરતા પરપ્રાંતિય પરિવારની ગર્ભવતી મહિ‌લાને પ્રસૃતિની પીડા ઉપડતાં સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જોકે હાજર તબીબને કેસ મુશ્કેલ લાગતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે ત્યાં ઓપરેશન માટે કહેવાતાં મહિ‌લા બહાર આવી ગઇ હતી. હોસ્પિટલની નીચે ફુટપાથ પર તેણીએ બાળકને જન્મ આપ્યો હતો. આ દ્રશ્ય જોઇ લોકોના મોંએથી રામ રાખે તેને કોણ ચાખે શબ્દો સરી પડયા હતા.

જ્યારે ખાનગી હોસ્પિટલના તબીબો સામે કચવાટનો સૂર ઉઠયો હતો. દેત્રોજ નજીક ઇંટવાડામાં મજૂરી કરતા પરપ્રાંતિય ગીતાબેન ઓમપાલ મલાડ નામની ગર્ભવતી મહિ‌લાને મંગળવારે સવારે દુ:ખાવો ઉપડતાં દેત્રોજની સરકારી હોસ્પિટલમાં લઇ જવાઇ હતી. જોકે ડિલીવરી મુશ્કેલ જણાતા તેમને કડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાઇ હતી. જ્યાં ચકાસણી બાદ ઓપરેશનનું કરવાનું કહેવાતાં આર્થિ‌ક કે અન્ય કોઇ અગમ્ય કારણોસર ડિલીવરીનો દુ:ખાવો હોવા છતા મહિ‌લા હોસ્પિટલમાંથી નીચે ઉતરી ગઇ હતી.

આગળ વાંચો, મહિ‌લા એકાએક નીચે ચાલી ગઇ : ડો.જીગ્નેશ હાલાણી, ડિલીવરી મુશ્કેલ હોઇ રીફર કરાઇ : ડો. દિલીપભાઇ