તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રોજ ૪૦ દર્દીઓ સારવાર લે છે પણ સુવિધાનાં ઠેકાણાં નથી

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

- અસુવિધાઓ વચ્ચે ચાલતી મહેસાણાની ESI હોસ્પિટલ
- દર્દીઓને આરામ માટે પલંગ કે હોસ્પિટલના કર્મચારીઓને બેસવા સારી ખુરશી પણ નથી


મહેસાણા સ્થિત ઇએસઆઇ હોસ્પિટલમાં રોજ અંદાજે ૪૦ દર્દીઓ સારવાર માટે આવે છે. પરંતુ અહીં દર્દીઓને આરામ માટે પલંગ કે હોસ્પિટલના કર્મચારીઓને બેસવા સારી ખુરશી પણ નથી. ઇમરજન્સીમાં દર્દીને મહેસાણા સિવિલ અને કલોલ ઇએસઆઇ હોસ્પિટલમાં રીફર કરવામાં આવે છે. આજે ઓફિસો, હોસ્પિટલોને ર્કોપોરેટ લૂક અપાઇ રહ્યા છે ત્યારે ઉ.ગુ.માં કડીને બાદ કરતાં સૌથી વધુ કામદાર દર્દીઓ ધરાવતી મહેસાણાની ઇએસઆઇ હોસ્પિટલમાં વર્ષો જૂનાં ટેબલ અને સાધનોથી સારવાર કરાઇ રહી છે.

હાઇવે સ્થિત સિલ્વર કોમ્પલેક્ષમાં આવેલી આ હોસ્પિટલમાં જીઆઇડીસીના સાડા પાંચ હજાર કામદારો અને તેમના પરિવારના સભ્યો મળી ૨પ હજાર જેટલા વ્યકિતઓ હેલ્થકાર્ડ ધરાવે છે. જેમને સારવાર આપવા સાધનો છે, પરંતુ વર્ષો જૂના. અહીં કોમનરૂમમાં કેસબારી, ફાર્માસિસ્ટ રૂમ, પેશન્ટ વેઇટિંગ રૂમ છે. જ્યારે અન્ય બે રૂમમાં તબીબને બેસવા અને નર્સનો રેસ્ટરૂમ છે. અહીં મહેસાણાની સાથે પાલનપુર, પાટણ, ડીસા, સિદ્ધપુરના કામદાર દર્દીઓ તેમજ હરિયાણા અને દિલ્હીના દર્દીઓ પણ સારવાર માટે આવે છે, છતાં તંત્ર સુવિધા વધારવામાં વામણું સાબિત થઇ રહ્યું છે.

- કામદાર દર્દીઓને ખર્ચાળ સારવાર વિનામૂલ્યે મળે છે

ઇએસઆઇ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કામદાર દર્દીને એટેક, સર્જરી, હેડ ઇંજરી સહિ‌તના કેસોમાં અમદાવાદ સ્થિત એપોલો, રાજસ્થાન હોસ્પિટલ સહિ‌તની મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલોમાં વિનામૂલ્યે ઝડપી સારવાર મળી શકે છે.

- હોસ્પિટલમાં શું હોવું જોઇએ

ર્ડાકટર રૂમ, સિસ્ટર રૂમ, કેસબારી, ફાર્માસિસ્ટ રૂમ, પેશન્ટ વેઇટિંગ રૂમ, દવાનો સ્ટોરરૂમ તેમજ દર્દીને આરામ માટે પલંગ સહિ‌તનું ફર્નિ‌ચર તેમજ સાધનો હોવાં જોઇએ.

- હોસ્પિટલમાં શું નથી

હોસ્પિટલમાં બે ર્ડાકટરો વચ્ચે એક રૂમ, સિસ્ટર રૂમ છે પરંતુ તેમાં સુવિધા નથી, કેસબારી, ફાર્માસિસ્ટ રૂમ તેમજ પેશન્ટ વેઇટિંગ રૂમની સુવિધા નથી.

- અમારા મતે તમામ સુવિધા છે : તબીબ

સ્ટેટ ર્કોપોરેશન સાથે ગુજરાત સરકારે કરેલા કોલોબ્રેશનથી ચાલતી આ ઇએસઆઇ હોસ્પિટલમાં અમને કોઇ અસુવિધા જણાતી નથી. દર્દીઓને પ્રાથમિક સુવિધા આપી શકાય તે મુજબના સાધનો છે તેવું અહીં ફરજ બજાવતા ર્ડા. એમ.એ. કાલરાએ જણાવ્યું હતું.