• Gujarati News
  • Vows To Clean Up The City But Still As The Garbage Issues

મહેસાણા: શહેરને સ્વચ્છ કરવાના શપથ લીધા, પણ કચરો જેમનો તેમ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(હોમિયોપેથિ કોલેજ પાસે કચરો ફેલાયેલો છે તેની તસવીર)
ગાંધી જયંતી નિમિત્તે દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા અભિયાન મિશન આપ્યું
મહેસાણા: વડાપ્રધાને ગાંધી જયંતી નિમિત્તે દેશને સ્વચ્છ બનાવવા સ્વચ્છતા અભિયાન મિશન આપ્યું અને રાજકીય અગ્રણીઓ તેમજ નાગરિકો ઉત્સાહપૂર્વક તેમાં જોડાયા પણ છે. શાળાનાં ભૂલકાં સહિત લોકોએ આ અભિયાનથી પ્રેરાઈને સ્વચ્છતા રાખવાનું શરૂ કર્યું છે. જો કે, મહેસાણા શહેરમાં હજુ પણ કેટલાક જાહેર સ્થળોએ પરિસ્થિતિ ઠેરની ઠેર જોવા મળી રહીં છે. જો કે, આ બાબતે માત્ર વહીવટી તંત્રને જ દોષ ન આપી શકાય વહીવટી તંત્રની બેદરકારીની સાથે સાથે નાગરિકો પણ તેટલા જ જવાબદાર હોવાનું કહેવાય છે. પરંતુ હવે, ગાંધી બાપુને સ્વચ્છ ભારતની ભેટ આપવા સૌ કોઈ આગળ આ‌વે અને દરેક વ્યક્તિ જાતે જ પોતાના ઘર, મહોલ્લો, ગામ, શહેર અને જાહેર માર્ગો સહિતને સ્વચ્છ રાખવાનો પ્રયાસ કરે સાથે વહીવટી તંત્ર પણ પોતાની જવાબદારી નિભાવે તો દેશ અવશ્ય સ્વચ્છ અને સુંદર બની રહે.

આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...