તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિસનગર નગરપાલિકાના ૧૨૩ હંગામી કર્મીઓ કાયમી

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિસનગર પાલિકાની મંગળવારે મળેલી ખાસ સાધારણ સભામાં છેલ્લા બે દાયકાથી પણ વધુ વર્ષથી કામ કરતા હંગામી ૧૨૩ કર્મચારીઓને કાયમી કરવાની કાર્યવાહીને સર્વાનુમતે બહાલી અપાઇ હતી. મંગળવારે સાંજે પ્રમુખ ગિરીશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને ખાસ સાધારણ સભા મળી હતી. જેમાં પાલિકામાં છેલ્લા બે દાયકા કરતાં પણ વધુ વર્ષથી કામ કરતા કર્મચારીઓ તેમજ રોજમદારો મળીને ૧૨૩ હંગામી કર્મચારીઓને કાયમી કરવાનો નિર્ણય કરાયો હતો. અગાઉની સભામાં થયેલા ભરતી કમિટીના ઠરાવ નં.૧થી ૨પની કાર્યવાહીને હાજર સભ્યોએ સર્વામુનતે બહાલી આપી હતી.
કેટલાક કર્મચારીઓ તો ૨પ વર્ષથી વધુ સમયથી નોકરી કરે છે ત્યારે નગરપાલિકા નિયામકમાંથી લીલીઝંડી મળતાં તેમને કાયમી કરાયા છે. વિપક્ષના નેતા શામળભાઇ દેસાઇએ કર્મચારીઓના હિ‌તમાં પોતાનો ટેકો જાહેર કરી સત્તાધારીપક્ષ અને ચીફ ઓફિસરને અભિનંદન પાઠવ્યા હતા. પાલિકા પ્રમુખ ગિરીશભાઇ પટેલે જણાવ્યું હતું કે, લાંબા સમયથી પાલિકામાં કામ કરતા હંગામી કર્મચારીઓને કાયમી કરવામાં આવતાં તેમનો કામ પ્રત્યે લગાવ અને નિષ્ઠા વધશે.
- પાંચ મિનિટમાં ૧૧ ઠરાવોને સર્વાનુમતે મંજૂરી
સભામાં પાંચ મિનિટમાં સત્તાધારી પક્ષના સભ્યો દ્વારા ૧૧ ઠરાવોને સર્વાનુમતે મંજૂરી આપી હતી. જેમાં ભરતી કમિટીના ઠરાવ સહિ‌ત પાલિકા વિસ્તારમાં આવેલા તમામ બોર ઉપર ક્લોરીન ગેસ પ્લાન્ટ નાખવાનો તેમજ વોટર વર્કસના સાધનોની ખરીદી સહિ‌ત ૧૧ ઠરાવોનો સમાવેશ થાય છે.
- ૨૦૧૨માં ઠરાવ કરાયો હતો
પૂર્વ સ્ટાફ સિલેક્સન ચેરમેન ભગવતીબેન સુરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૨માં અમો કમિટીના ચેરમેન પદે હતા, ત્યાર આ ઠરાવ લેવામાં આવ્યો હતો. જે કમિટીમાં મંજૂર કર્યા બાદ સાધારણ સભામાં મૂકાયો હતો અને ત્યાર બાદ નગરપાલિકા નિયામકને મોકલાયો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો