• Gujarati News
  • Unjhana Umiya Kompaleksamanthi Cricket Sattadhama Jhadapayum

ઊંઝાના ઉમિયા કોમ્પલેક્સમાંથી ક્રિકેટ સટ્ટાધામ ઝડપાયું

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પાકિસ્તાન-આફ્રિકા વચ્ચે રમાતી મેચ પર સટ્ટો રમતા હતા :ગાંધીનગર આરઆરસેલે રેડ કરી રૂ. ૩૦૪૦૦ના મુદ્દામાલ સાથે ત્રણ બુકીઓ ઝડપ્યા

ઊંઝાના ઉમિયા કોમ્પલેક્ષમાં એક ઓફિસમાં રમાતા ક્રિકેટ સટ્ટા પર ગાંધીનગર આરઆર સેલે ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યે રેડ કરી રોકડ રૂ. ૧૩૮૦૦, ૯ મોબાઇલ, ટીવી મળી કુલ રૂ. ૩૦૪૦૦ સાથે ત્રણ બુકી ઝડપ્યા હતા. આ અંગે ઊંઝા પોલીસ મથકમાં ગુનો નોંધાતા તપાસ હાથ ધરાઇ છે.

ઊંઝા હાઇવે સ્થિત ઉમિયા કોમ્પલેક્ષમાં રમેશભાઇ જોઇતારામભાઇ ચૌધરીની ઓફિસમાં પાકિસ્તાન-આફ્રિકા વચ્ચે રમાઇ રહેલી વન-ડે મેચ ઉપર સટ્ટો રમાઇ રહ્યો હોવાની બાતમીને આધારે ગાંધીનગર આરઆર સેલના પીએસઆઇ બોડાના, એએસઆઇ જહીરખાન, પો.કો. વિરેન્દ્રસિંહ, સચિન,. રાજેન્દ્રસિંહ, વિષ્ણુસિહ સહિ‌તે ગુરુવારે રાત્રે સાડા નવ વાગ્યે રેડ કરી હતી. જો કે, પોલીસે સટ્ટાધામ પરથી રોકડ રૂ. ૧૩૮૦૦, ૯ મોબાઇલ, ટીવી સહિ‌ત કુલ રૂ. ૩૦૪૦૦ના મુદ્દામાલ સાથે રમેશ ચૌધરી રહે પ્રતાપગઢ, ઉનાવા, વિષ્ણુભાઇ હિ‌રાભાઇ ચૌધરી રહે ઐઠોર, ગોવિંદભાઇ દલસંગભાઇ ચૌધરી રહે પ્રતાપગઢ, ઉનાવા વાળાને ઝડપ્યા હતા.