• Gujarati News
  • Umedapura From Wells In The Body Of Young Pretty Similar Cakacara

ઉમેદપુરામાં કૂવામાંથી યુવાનની લાશ મળતાં ચકચાર મચી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજસ્થાનનો યુવાન ઉમેદપુરામાં મજુરીકામ કરતો હતો

ઇડર તાલુકાના ઉમેદપુરા ગામની સીમમાં આવેલા કૂવામાંથી શુક્રવારે છુટક મજુરી કરતા યુવાનની લાશ મળી આવી હતી. જે અંગે ગામના સરપંચે ઇડર પોલીસને જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ઉમેદપુરા ગામના ભીખાભાઇ માધાભાઇ પટેલના ખેતરમાં ૧૦૦ ફૂટ ઊંડો કૂવો આવેલો છે.દરમિયાન ભીખાભાઇ અને રમેશભાઇ પટેલના પરિવારમાં લગ્ન પ્રસંગ હોવાથી તેઓ શુક્રવારે મજુરોને પૈસા આપવા માટે ગયા હતા. જ્યાં અચાનક કૂવામાં નજર પડતા લાશ પડી હોવાનું જણાયુ હતું.જેથી તેમણે તરત જ ગામના સરપંચ અને અન્ય લોકોને જાણ કરી હતી.

ત્યારબાદ સરપંચે ઇડર પોલીસ સ્ટેશનમાં જાણ કરતા પોલીસે ઘટના સ્થળે આવી ગ્રામજનોની મદદથી કૂવામાંથી લાશને બહાર કાઢી હતી. ત્યારબાદ ઓળખ કરાતા મૃતકનું નામ રામાભાઇ કાળાભાઇ લવર (ઉ.વ.૩૦, રહે.વરલી, કોટડાછાવણી, રાજસ્થાન) ની હોવાનું જણાયુ હતું. બીજી તરફ મૃતકના બનેવી દેવાભાઇ ભીમાભાઇ તરાર સાથે તે ગામમાં છેલ્લા કેટલાક દિવસથી મજુરીકામ કરતો હતો અને તે કોઇને કહ્યા વગર નીકળ્યો હતો. ત્યારબાદ તેનો કોઇ પત્તો મળ્યો ન હતો. બનાવ અંગે ઇડરના જમાદાર પ્રવિણભાઇ તથા ઇન્દ્રવિજયસિંહે પંચનામુ કરી લાશને ઇડર સિવિલમાં મોકલી આપી હતી.

ઉમેદપુરા ગામે આવેલા કૂવામાંથી છૂટક મજુરીકામ કરતા યુવાનની લાશને બહાર કાઢવામાં આવી હતી. તસ્વીર : પ્રકાશ ગઢવી