તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Two Of RPF Policeman Suspended Women Travelers Violence Case

મહિલા મુસાફરોને મારપીટ મામલે RPFના બે પોલીસકર્મી સસ્પેન્ડ

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(મહિલાને ઇજા થઇ તેની તસવીર)
- મહિલા મુસાફરોને મારપીટ કરનાર RPFના બે જવાન સસ્પેન્ડ
- ફરજમાં લાપરવાહી : મહેસાણા રેલવે સ્ટેશન પર રાત્રે ઝઘડતી બે મહિલાઓને પોલીસે લાઠીઓ ફટકારતાં હંગામો મચ્યો હતો
મહેસાણા: મહેસાણા રેલવે સ્ટેશને ઝઘડતી બે મહિલા મુસાફરોને મારપીટ કરનાર અારપીએફના એએસઆઇ સહિત બે પોલીસકર્મીઓને વિભાગીય પોલીસવડાએ સસ્પેન્ડ કરતાં રેલવે પોલીસમાં સોંપો પડી ગયો છે. રેલવે સ્ટેશનમાં પ્લેટફોર્મ-1 પર રવિવારે રાત્રે 11 વાગ્યે બાંકડા પર બેઠેલી બે મહિલા મુસાફરો વચ્ચે બોલાચાલી થઇ હતી. આ મસયે આરપીએફ પો.કો. કોદરભાઇ એસ. રાઠોડે દરમિયાનગીરી કરી હતી. જોકે, બંને મહિલાઓએ ઝઘડો ચાલુ રાખતાં કોદરભાઇએ ઉશ્કેરાઇ જઇ તેઓ પર લાઠીઓ વીંઝી રેલવે સ્ટેશનના મુખ્ય દરવાજા તરફ ઢસડી ગયા હતા.
બાદમાં જીઆરપી તેમજ આરપીએફ સ્ટાફે ભગવતીબેન ખેતસીહભાઇ બ્રહ્મક્ષત્રીય (64) તથા નિરૂપમાબહેન નટવરલાલ ભાદુ (35) (બંને રહે.હાથીદરા, તા.પાલનપુર)ને સારવાર માટે સિવિલમાં ખસેડ્યા હતા. આ અંગે જીઆરપીએ જાણવાજોગ નોંધી કરી છે. બીજીબાજુ આરપીએફ પીઆઇ આઇ.એસ.સૈયદે ઘટના અંગે કરેલા રિપોર્ટના આધારે આરપીએફ પોલીસવડા સત્યપ્રકાશે કોદરભાઇ રાઠોડ તેમજ સીફટ ઇન્ચાર્જ એએસઆઇ ટી.પી.સિંઘને ફરજમાં લાપરવાહીના મુદ્દે તાત્કાલિક સસ્પેન્ડ કર્યા હતા.
મહિલાને ઢસડીને બહાર ખેંચતાં જોઇ લોકો ડઘાઇ ગયા આ અંગે વધુ વાંચવા આગળ ક્લિક કરો...