મહેસાણ : ટ્રક પાછળ કાર ઘુસી જતાં હિંમતનગરના બેનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(અકસ્માતમાં કારનો ફુરચો વળી ગયો હતો. )

- રૂપાલ ચોકડી પાસે ગમખ્વાર અકસ્માત : સાતને ઇજા

મહેસાણ:
રૂપાલ ચોકડી પાસે બુધવારે રાત્રે 10-30 કલાકની આસપાસ અમદાવાદથી હિંમતનગર તરફ જઇ રહેલી કાર આગળ જતી ટ્રકને ધડાકાભેર અથડાતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.જેમાં કાર ચાલક સહિત હિંમતનગરના બે વ્યકિતના મોત નિપજ્યા હતા. જ્યારે સાત ઇજાગ્રસ્તોને સારવાર માટે મહેસાણા લવાયા હતા.ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા હિંમતનગરના મહેબુબભાઇ મન્સુરી બુધવારે અમદાવાદથી પોતાની જીજે.15.ડીડી.4295નંબરની કારમાં પેસેન્જર બેસાડી હિંમતનગર જતા હતા ત્યારે મહેસાણા નજીક રૂપાલ ચોકડી સ્થિત બસસ્ટેન્ડ પાસે ટ્રકને અથડાતાં મનસુરી મહેબુબભાઇ તેમજ આશીષભાઇ બાબુભાઇ પાંડવનું મોત નિપજ્યું હતું.જ્યારે 7 ઇજાગ્રસ્તોને 108ની મદદથી કારમાંથી બહાર કાઢી સારવાર માટે મહેસાણા સીવીલમાં ખસેડાયા હતા.

જ્યા છ વ્યકિત–ની હાલત ગંભીર જણાતા વધુ સારવાર માટે તેમને શહેરની લાયન્સ હોસ્પિટલમાં લઇ જવાયા હતા.ઉપરોકત બનાવની જાણ થતા ઘટના સ્થળે દોડીગયેલા મહેસાણા તાલુકા પીઆઇ જે.વી.સોલંકી સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ પંચનામા સહિતની કાર્યવાહી હાથધરી હતી.આ અંગે મહેસાણા તાલુકા પોલીસ મથકામાં મોડીરાત્રે અકસ્માતનો ગુનોનોધવા તજવીજ હાથધરી છે.

મૃતકોના નામ
મનસુરી મહેબુબભાઇ
આશીષભાઇ બાબુભાઇ પાંડવ (રહે. બંને, હિંમતનગર)
ઇજાગ્રસ્તોના નામની યાદી
લક્ષ્મણભાઇ મેઘાભાઇ ખરાડી, ફુલચંદભાઇ રામજીભાઇ મીણા, અનિલભાઇ ફુંલચંદભાઇ ખરાડી, જયેશપાલ મોહનલાલ મીણા ( રહે.મહેસાણા), દિલીપભાઇ ચેનાભાઇ નાયી (રહે.ગુંજાળા, રહે.મહેસાણા),રોજલીન રાજેન્દ્રભાઇ ખરાડી, એમ નકી ઇકબાલ રાણાવાડીયા( બંને રહે હિંમતનગર)