વિદેશનો ચસ્કો ભારે પડ્યો, કબૂતરબાજે બે દંપતી પાસેથી 2.53 કરોડ ખંખેર્યા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીર પ્રતિકાત્મક)
- વિદેશ મોકલવાનું કહી રૂપિયા2.53 કરોડ ખંખેર્યા
-
કબૂતરબાજી : અંબાસણ અને ધનપુરા જોરણંગના બે દંપતી સાથે છેતરપિંડી
-
અમેરિકામાં નોકરી અપાવવાના બહાને છેતરનાર ઠગ દંપતી સહિત ચાર વિરુદ્ધ બે ગુના નોંધાયા

મહેસાણા: અમેરિકાના કાયદેસર વિઝા અપાવી ઓએનજીસીમાં નોકરી અપાવવાની છેતરામણી વાતો કરી રૂ.2.53 કરોડ ખંખેરી લેનાર બે પટેલ દંપતી વિરુદ્ધ લાંઘણજ પોલીસ મથકમાં બે અલગ અલગ ફરિયાદ નોંધાઇ છે. નોંધનીય છે કે, પટેલ દંપતીએ બે સંતાનો સાથે મળી બે મહિના દરમિયાન 40થી વધુ વ્યકિતઓને અમેરિકા મોકલવાની લાલચ આપી કરોડોનો ચૂનો લગાવ્યો હોવાનું પોલીસ માને છે.

મહેસાણા તાલુકાના અંબાસણ ગામના રોહીતભાઇ ચંદુભાઇ પટેલ પાંચ મહિના અગાઉ ઊંઝા તાલુકાના હાજીપુર ગામના અને હાલ અમદાવાદ એ/76 જોગેશ્વરી સોસાયટી, અમદાવાદ ખાતે રહેતા મુકેશભાઇ જેઠાભાઇ પટેલના સંપર્કમાં આવ્યા હતા. રોહીતભાઇએ અમેરિકા જવાની ઇચ્છા વ્યકત કરતાં કાયદેસર વિઝા અને ઓએનજીસીમાં નોકરી અપાવવાનો વિશ્વાસ આપી રોહીતભાઇ પટેલ પાસેથી ગત મે,જૂન 2014 દરમિયાન કુલ રૂ.1.48 કરોડ જેટલી રકમ પડાવી હતી. જોકે, નિયત સમયમાં વિઝા ન આવતાં રોહીતભાઇને છેતરાયા હોવાનું જણાતાં તેમણે લાંઘણજ પોલીસ મથકમાં મુકેશભાઇ જેઠાભાઇ પટેલ, પત્ની હંસાબહેન મુકેશભાઇ પટેલ, પુત્ર રાજકુમાર મુકેશભાઇ પટેલ અને પુત્રી પુજાબેન મુકેશભાઇ પટેલ વિરુદ્ધ રૂ.1.48 કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે અન્ય એક કેસમાં ધનપુરા જોરણંગ ગામના કમલેશભાઇ ધરમદાસ પટેલ માણસાના પુરસા ગામના મિત્ર મારફતે મુકેશ પટેલના સંપર્કમાં આવ્યા હતા અને અન્ય ચાર મિત્રો સાથે અમીપુરા વોટરપાર્કમાં રોકાયેલા મુકેશ પટેલને મળવા ગયા હતા અને તેમના પુત્ર કિરણને અમેરિકાના વિઝા તેમજ ઓએનજીસીમાં નોકરી અપાવવાની વાત કરી કુલ રૂ.1.05 કરોડ જેટલી રકમ ચૂકવી આપી હતી. જોકે, છેતરાયાનો અહેસાસ થતાં કમલેશભાઇ પટેલે લાંઘણજ પોલીસ મથકમાં મુકેશભાઇ પટેલ, હંસાબહેન પટેલ તેમજ તેમના બે સંતાનો વિરુદ્ધ ફરિયાદ નોધાવી હતી.
આગળ વાંચો આઇપીએસ અધિકારીનો રોફ મારતો