નંદાસણ હાઈવે ગોઝારો અકસ્માત, ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
( ઘટના સ્થળે લોકો એકત્ર થઇ ગયા હતા. )
- નંદાસણ હાઈવે ચાર રસ્તા પર ત્રિપલ અકસ્માતમાં બેનાં મોત ,પાંચને ઈજા
-
ગોઝારી દુર્ઘટના : જીપમાં ઉતરીને રોડની સાઇડે ઊભેલા મુસાફરોને જીપની ટક્કર વાગી

કડી: મહેસાણા-અમદાવાદ હાઈવે પરની નંદાસણ ચોકડી પર એક ટ્રેલરે ટ્રેકટરને અડફેટે લેતાં બે રાહદારીઓનાં મોત નીપજ્યાં હતા. જયારે પાંચ જણાને ઈજા થઈ હતી. જેમને સારવાર અર્થે મહેસાણા ખસેડાયા હતા. અકસ્માતના બનાવને લઈ મહેસાણા- અમદાવાદ હાઈવે પર કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેના કારણે વાહનચાલકો અટવાઈ ગયા હતા.

મહેસાણા હાઈવે પરની નંદાસણ ચોકડી ઉપર શનિવારે રાત્રે જી જે 18 એક્સ 1817 નંબરની તૂફાન ગાડી મુસાફર ઉતારવા માટે ઊભી રહી હતી, તે દરમિયાન ડાંગરવા તરફથી રોડ ક્રોસ કરીને આવી રહેલ જીજે 18 એઆર 3347 નંબરના ટ્રેકટરને છત્રાલ તરફથી મહેસાણા જઈ રહેલા જીજે 12એટી 9620 નંબરના ટ્રેલરના ચાલકે પુરઝડપે હંકારી ટ્રેકટરને ટકકર મારતાં ટ્રેક્ટર આગળ ઊભેલી તૂફાન ગાડીને અથડાયું હતું અને રોડની બાજુમાં ઉભા રહેલા સાતેક જેટલા વ્યકિતઓને ટક્કર વાગી હતી.
જેમાં મેમણ તોફીક રહે. અમદાવાદ જમાલપુર નામના વિદ્યાર્થીનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જયારે અન્ય છ જણાને ગંભીર ઈજાગ્રસ્ત હાલતમાં મહેસાણા સિવિલમાં ખસેડાયા હતા. જયાં એકનું મોત નીપજ્યું હતું. અકસ્માતને પગલે મહેસાણા- અમદાવાદ હાઈવે એક કલાક સુધી ચક્કાજામ થઈ ગયો હતો. નંદાસણ પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ ગઈ હતી. અકસ્માત થયેલ વાહનોખસેડી ટ્રાફિકને હળવો કર્યો હતો. આ બનાવ અંગે નંદાસણ પોલીસે ટ્રેલરના ચાલકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
આગળ વાંચો મામાને મળવા આવેલો છાત્ર મોત ભેટ્યો