તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો તરખાટઃ ગાર્ડના ઘર સહિ‌ત ત્રણ મકાનનાં તાળાં તૂટયાં

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- અન્ય એક ઘરમાંથી રૂ.પ૦૦ની રોકડ તથા બીજા ઘરમાંથી રૂ.૧૦૦૦ના ચાંદીના પાંચ સિક્કા ચોરાયા
મહેસાણાના ઉચરપી રોડ પર આવેલા ગણેશ હોમ્સમાં સોમવારની રાત્રિએ ત્રાટકેલા તસ્કરો સિક્યોરિટી ગાર્ડના બંધ મકાનમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળીને રૂ.૧.૬૧ લાખની મતા ચોરી જતાં ચકચાર પ્રસરી છે. ઉલ્લેખનિય છે કે, આ જ સોસાયટીનાં અન્ય બે મકાનોનાં તાળાં પણ તસ્કરોએ તોડયાં હતાં. પરંતુ તેમાંથી તેમને માત્ર રૂ.૧પ૦૦ની મતા જ હાથ લાગી હતી.
મહેસાણાના ઉચરપી રોડ પર પાર્થ સિટી પાછળ નવા બનેલા ગણેશ હોમ્સમાં રહેતા ગોસ્વામી જગદીશપુરી લાધુપુરી મોઢેરા ચોકડી પાસે જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે. તેમના સાળાનાં લગ્ન હોઈ સોમવારે સાંજે નોકરીએથી ઘરે આવ્યા બાદ પોણા નવેક વાગ્યે તેઓ પરિવાર સાથે પોતાના સસરાના ઘરે તાવડીયા રોડ પર આવેલી રૂદ્ર સોસાયટીમાં ગયા હતા. મંગળવારે સવારે સાડા સાતેક વાગ્યે તેઓ ઘરે પરત ફર્યા ત્યારે ઘરના મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં લટકતું જોઈને ચોંકી ઊઠયા હતા.
ઘરમાં જઈને તપાસ કરતાં તિજોરીઓ તેમજ તેનાં લોકર વગેરે તૂટેલાં હતાં અને સામાન વેરણ-છેરણ પડયો હતો અને ઘરમાંથી સોના-ચાંદીના દાગીના તથા રોકડ મળીને રૂ.૧.૬૧ લાખની મતા ચોરાઈ હોવાનું જણાયું હતું. આ બાબતે તેમણે પોલીસને જાણ કરતાં એ ડિવિઝન પોલીસના પીએસઆઈ આર.જી.રાણા સહિ‌ત સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને ડોગસ્ક્ર્વોડ તથા એફએસએલની મદદથી ચોરોનું પગેરું મેળવવાના પ્રયાસ હાથ ધરાયા હતા.
- નદી તરફનો વરંડો કૂદીને તસ્કરો આવ્યા હોવાનું અનુમાન
ડોગ સ્ક્ર્વોડની મદદથી હાથ ધરેલી તપાસમાં ડોગ ત્રણેય મકાનમાં ફરીને નદી તરફનો વરંડો કૂદી ગયો હતો. એટલે કે આ વરંડો કૂદીને તસ્કરોએ સોસાયટીમાં પ્રવેશ કર્યો હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હતું.
- ચોરીમાં શું શું ગયું?
જગદીશપુરીના ઘરમાંથી સવા તોલા સોનાનો દોરો, સવા તોલા સોનાનો દોરો પેન્ડલ સાથેનો, સવા તોલા સોનાનું લોકેટ, સોનાની ત્રણ વીંટી, સોનાની બુટ્ટીની જોડ, સોનાની કાનની સેર, ચાંદીની પાયલ, રૂ.૧૨ હજારની રોકડ રકમ તસ્કરો ચોરી ગયા હતા.
- સોસાયટીનાં ૮૭માંથી માત્ર ૨પમાં જ રહેણાંક
ગણેશ હોમ્સ નવી બનેલી સોસાયટી છે. જેમાં કુલ ૮૭ મકાન બનાવાયાં છે એમાંથી માત્ર ૨પ મકાનમાં જ લોકો રહે છે. બાકીનાં બંધ છે તેમજ હજું સ્ટ્રીટ લાઈટની પણ વ્યવસ્થા નથી તેમ પોલીસે જણાવ્યું હતું.
- સતત બીજા દિવસે તસ્કરોની પોલીસને લપડાક
ઠંડી અને લગ્નની સિઝનનો લાભ લઈને સક્રિય થયેલા તસ્કરોએ સતત બીજા દિવસે પોલીસને લપડાક મારી હોય તેમ રવિવારની રાત્રિએ તાવડીયા રોડ પરની સંકેતનગર સોસાયટીના બંધ મકાનમાંથી રૂ.૧.૧૦ લાખની મતા ચોરી ગયા હતા અને સોમવારની રાત્રિએ ગણેશ હોમ્સનાં ત્રણ મકાનનાં તાળાં તોડી રૂ.૧.૬૨ લાખની મતા ચોરી ગયા.
- અન્ય બે મકાનમાં પણ ચોરી થઈ
આ જ સોસાયટીમાં રહેતા રાહુલ અરવિંદભાઈ નાયીના બંધ મકાનનું તાળું તોડીને તસ્કરો રૂ.પ૦૦ની રોકડ રકમ ચોરી ગયા હતા. જ્યારે નજીકમાં આવેલા ભગુભાઈ કરશનજી ચૌહાણ (ભીલ)ના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. જો કે, તેમના મકાનમાંથી રૂ.૧૦૦૦ના ચાંદીના પાંચ સિક્કા ચોરાયા હતા.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો