• Gujarati News
  • The Mehsana GIDC. Executive Engineer Arrested While Taking Bribe

મહેસાણા GIDCના ના. કાર્યપાલક ઈજનેર ૭પ૦૦ની લાંચ લેતાં ઝડપાયા

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(તસવીરમાં લાંચીયા મેનેજરને જોઇ શકાય છે)
- મહેસાણા GIDCના ના. કાર્યપાલક ઈજનેર ૭પ૦૦ની લાંચ લેતાં ઝડપાયા
- કંપનીનું ફાઈનલ બિલ ચૂકવવા તથા ડિપોઝીટ પરત કરવા પેટે નાણાંની માગણી કરી હતી

મહેસાણા : થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શન કરનારી કન્સલ્ટન્સી કંપનીનું ફાઈનલ બિલ ચૂકવવા તથા ડિપોઝીટ કરવા પેટે નાણાંની માગણી કરનાર જીઆઈડીસીની મહેસાણા રિજનલ કચેરીના નાયબ કાર્યપાલક ઈજનેર સોમવારે સવારે રૂ.૭,પ૦૦ની લાંચ લેતાં એસીબીએ ગોઠવેલા છટકામાં આબાદ ઝડપાઈ ગયા હતા. મહેસાણા એસીબીએ ઈજનેરની અટક કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
મહેસાણાની ક્રિષ્ણા કન્સલ્ટન્સી કંપનીને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી)ની મહેસાણામાં આવેલી રિજનલ કચેરીના તાબા હેઠળની મહેસાણા, ચાણસ્મા અને કુકરવાડા જીઆઈડીસીમાં ચાલતા રોડ, ગટર, ટાંકી વગેરે કામોના થર્ડ પાર્ટી ઈન્સ્પેક્શનનું ટેન્ડર મળ્યું હતું. જે કામગીરી પેટેનું ફાઈનલ બિલ ચૂકવવા તથા ડિપોઝીટ પરત કરવા માટે જીઆઈડીસીની કચેરીમાં નાયબ કાર્યપાલક ઈજનેર તરીકે ફરજ બજાવતા મયંક રોહિ‌તકુમાર શાહે (એમ.આર.શાહ) (રહે.આંબાવાડી, અમદાવાદ) નાણાંની માગણી કરી હતી.
ક્રિષ્ણા કન્સલ્ટન્સીમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવતા અને બિલ અંગેનું કામકાજ સંભાળતા પ્રજાપતિ જયંતીભાઈ વિરમભાઈએ સોમવારે સવારે રૂ.૭,પ૦૦ આપવાનો વાયદો કર્યો હતો. પરંતુ તેઓ લાંચ આપવા ન માગતા હોઈ આ અંગે તેમણે શનિવારે મહેસાણા એસીબી શાખાનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી.જેથી એસીબી મહેસાણા ફિલ્ડના પીઆઈ એન.એમ.સિન્ધી સહિ‌ત સ્ટાફે સોમવારે સવારે છટકું ગોઠવ્યું હતું.
જેમાં સવારે એમ.આર.શાહે જયંતીભાઈને ફોન કરીને તેઓ નજીકમાં જ હોવાનું તેમજ આવી જવાનું કહેતાં નિર્ધારિત સ્થળ મોઢેરા સર્કલે આવેલા શ્યામ સુપર મોલના ર્કોનર પર શ્રીરંગ મેડિકલ આગળ આવેલી ચાની કિટલીએ છટકું ગોઠવતા જયંતીભાઈ પાસેથી રૂ.૭,પ૦૦ સ્વીકારતા એમ.આર.શાહને એસીબીના સ્ટાફે રંગેહાથ ઝડપી લીધા હતા.