તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બે સંતાનો માટે દંપતી પુન: એક થયું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(પ્રતિકાત્મક તસવીર)
- બે સંતાનો માટે દંપતી પુન: એક થયું
- મહિલાના લગ્નેત્તર સંબંધોને કારણે બે મહિના પહેલાં જ છુટાછેડા થયા હતા
મહેસાણા : અન્ય યુવક સાથે લગ્નેત્તર સંબંધોના કારણે સાદરાની મહિલાના બે મહિના પહેલાં લગ્ન વિચ્છેદ થયા હતા. પરંતુ આ મહિલાએ અહીંના મહિલા પોલીસ મથકનો આશરો લેતાં પોલીસની સમજાવટથી વિખૂટા પડેલા આ દંપતીએ બે સંતાનો માટે પુન: એક થવાનો નિર્ણય લીધો છે. નોંધનીય છે કે, અગાઉ લગ્ન જીવન દરમિયાન ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કરનાર મહિલાએ હવે પછી કયારેય આપઘાતનો પ્રયાસ નહીં કરવાનું લેખિત આપતાં પતિ સાથે સમાધાન શક્ય બન્યું હતું.

તાજેતરમાં મહેસાણા સ્થિત મહિલા પોલીસ મથકમાં પોતાના બે સંતાનો માટે પતિ સાથે પરત જવા માંગતી હોવાની અરજી આપી રડી પડી હતી. હાજર એએસઆઇ કોકીલાબેન અને વીણાબેને મહિલાની પૂછપરછ કરતાં તેણે કેટલીક ચોંકાવનારી વિગતો રજૂ કરી હતી.
જેમાં 12 વર્ષના લગ્નજીવન દરમિયાન બે સંતાનો હોવા છતાં તેણીને અન્ય યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેના કારણે દંપતીના લગ્નજીવનમાં ઉઠેલા વિખવાદ વચ્ચે બે મહિના પૂર્વે સાદરાના યુવાને મહિલાને છુટાછેડા આપી બે સંતાનોને પોતાની પાસે રાખ્યા હતા.

આ મામલે અભ્યાસ કર્યા બાદ મહિલા પોલીસે રવિવારે છુટા પડેલા યુવાન- યુવતીને મહિલા પોલીસ મથકમાં બોલાવી ભૂતકાળને ભૂલી જઇ નવેસરથી જીવન શરૂ કરવા માટે સમજાવ્યા હતા. જેમાં સંતાનો માટે એક થવાનો સમાધાનકારી નિર્ણય લેનાર યુવાને અગાઉ ત્રણ વખત આપઘાતનો પ્રયાસ કરી ચૂકેલી મહિલાને પુન: આપઘાતનો પ્રયાસ નહીં કરવા બાબતે લેખિત લીધું હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું.