• Gujarati News
  • The Case Has Now Signed A Paper In The Toes Embraced Prisoners

મહેસાણાની જેલના કેદીઓએ હવે અંગુઠો કરવાને બદલે કરે છે સહી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા સબજેલના પ૩ કેદીઓ લખતાં-વાંચતાં શીખ્યા

આર્થિ‌ક ભીડ વચ્ચે પીસાતા પરિવારમાં થયેલા ઉછેર દરમિયાન ભણતરને કોસો દૂર છોડી આવેલા મહેસાણા સબજેલના સાત મહિ‌લા સહિ‌ત પ૩ કાચા અને પાકા કામના કેદીઓ લખતાં,વાંચતાં શીખ્યા છે. નોંધનીય છે કે, હમણાં સુધી અંગૂઠો કરી અભણતા દેખાડતા કેદીઓ હવે પોતાના જામીન સહિ‌તના કેસ પેપરોમાં સહી કરી રહ્યા છે.

સબજેલમાં વિવિધ ગુનાઓમાં રખાયેલા કાચા કામના નિરક્ષર કેદીઓને સાક્ષર બનાવવાના અભિયાનના ભાગરૂપે એક વર્ષ અગાઉ સાક્ષરતા અને નિરંતર શિક્ષણ શરૂ કરાયું હતું. જેમા સાત મહિ‌લા સહિ‌ત પ૩ જેટલા કાચા,પાકા કામના કેદીઓ જોડાયા હતા. તાજેતરમાં કેદીઓની લેવાયેલી પરીક્ષામાં તમામને લખતા,વાંચતા આવડયું હોવાનું બહાર આવ્યું છે. એક વર્ષથી સાક્ષરતા અભિયાનમાં જોતરાયેલા કેદીઓ હવે કેસ પેપર્સ પર અગૂંઠાના બદલે સહી કરી સાક્ષરતા પુરવાર કરી રહ્યા છે. સાક્ષરતા અભિયાનમાં જોડાયેલા કેદીઓ પૈકી પાંચ જેટલા સાઇઠી વટાવી ચુકેલા છે.

વધુ અહેવાલ વાંચવા માટે ક્લિક કરતા જાણો....

નિરક્ષર કેદીઓને સાક્ષર બનાવવા અલાયદી બેરેક ઉભી કરાઇ