ઐતિહાસિક નગરીમાં તાનારીરી મહોત્સવનું સમાપન, શ્રોતાઓ મંત્રમુગ્ધ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
- 'કેસરિયાજી વાલમ પધારો મારે દેશ...’ ગીતથી શ્રોતાઓ મંત્રમુગ્ધ બની ગયા
- સંગીતની સૂરાવલીઓ સાથે તાનારીરી મહોત્સવનું સમાપન
ઐતિહાસિક નગરી વડનગરમાં કલાકારોના સંગીત તેમજ વાદ્યોની સૂરાવલીઓ સાથે તાનારીરી મહોત્સવનું મંગળવારે રાત્રે સમાપન થયું હતું. સમાપન સમારોહ પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, યુવા અને સાંસ્કૃતિક મંત્રી નાનુભાઇ વાનાણી સહિ‌તે દીપ પ્રાગટય કરી સંગીત સાધનાની શરૂઆત કરાવી હતી. સપ્તક સંસ્થાન અમદાવાદના કલાકારો તેમજ હેતલ મહેતા દ્વારા સમૂહ તબલાવાદન કરાયું હતું.
જ્યારે અમદાવાદનાં દિપ્તી દેસાઇ દ્વારા ગાયન ગોરસ કલ્યાણ પર આધારિત શંકર સ્તુતિ અને રાગ માંડ પર આધારિત કેસરિયાજી વાલમ પધારો મારે દેશ... ગીતથી શ્રોતાઓને મંત્રમુગ્ધ બન્યા હતા. પદ્મભૂષણ શ્રીમતી એમ.રાજમ દ્વારા તેમની પૌત્રી રાગીની શંકર સાથે વાયોલીન વાદન કરાયું હતું. સમાપન અવસરે કલાકારોને કિર્તી તોરણની પ્રતિકૃતિ તેમજ શાલ ઓઢાડી સન્માનિત કરાયાં હતાં. મોટીસંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.
વધુ અહેવાલ વાંચવા માટે ફોટો બદલતાં જાવ...
તમામ તસવીરોઃ રોહિત પટેલ