તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાંકરેજના કંબોઇનો તલાટી ખેડૂત પાસેથી રૂ.2 હજારની લાંચ લેતાં ઝબ્બે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
(લાંચ લેનાર તલાટી જીતુ રાવલની ફાઇલ તસવીર)
- કાંકરેજના કંબોઇનો તલાટી ખેડૂત પાસેથી રૂ.2 હજારની લાંચ લેતાં ઝબ્બે
- વારસાઇની નોંધ કરવા માટે રૂ. 2500 માગ્યા હતા
કંબોઇ-થરા : કાંકરેજ તાલુકાના કંબોઇ ગ્રામ પંચાયતના તલાટી સોમવારે બપોરે એક વ્યક્તિ પાસેથી વારસાઇની નોંધ કરાવવા રૂ. 2000ની લાંચ લેતાં પાલનપુર એસીબીના છટકામાં રંગેહાથ ઝડપાઇ જતાં ચકચાર મચી ગઇ હતી. કંબોઇ ગામના ચિનુભાઇ એમ. પંચાલ ખેડૂત વારસાઇની નોંધ કરાવવા માટે કંબોઇ ગ્રામ પંચાયતમાં ગયા હતા. ત્યારે તલાટી કમ મંત્રી જીતુભાઇ બી. રાવલે તેમની પાસે રૂ. 2500 ની માંગણી કરી હતી.
આથી ચિનુભાઇ પંચાલે અગાઉ રૂ. 500 આપી બાકીના રૂ. 2000 પછીથી આપવા માટે વાયદો કર્યો હતો. બાદમાં ચિનુભાઇએ આ અંગે પાલનપુર એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો. જેના પગલે એસીબી પી.એસ.આઇ. કે.સી. પટેલે તેમની ટીમ સાથે સોમવારે બપોરે 12 વાગ્યાના સુમારે કંબોઇ ગ્રામ પંચાયતમાં છટકું ગોઠવ્યું હતું. જેમાં તલાટી જીતુભાઇ રાવલ અરજદાર ચિનુભાઇ પંચાલ પાસેથી રૂ. 2000ની લાંચ લેતાં રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
આથી તેમની વિરુદ્ધ લાંચ રૂશ્વત અંગેની ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.