તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્વામીનારાયણ મંદિરમાં અન્નકૂટોત્સવ, ભગવાનને ધરાઈ મીઠાઈઓ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા શહેર સહિ‌ત જિલ્લામાં રવિવારે પ્રકાશ પર્વ દિપાવલીની હર્ષોલ્લાસ સાથે ઊજવણી કરાઇ હતી. ઝગમગતી રોશની, ફટાકડાની આતશબાજી અને માવા મીઠાઇ સાથે લોકોએ મોજથી દિવાળી મનાવી હતી. સાથોસાથ સોમવારથી શરૂ થનાર વિક્રમ સંવત ૨૦૭૦ના નવા વર્ષના વધામણા માટે લોકોમાં અનેરો ઉત્સાહ દેખાતો હતો. નવા ઉમંગ સાથે સોમવારે નૂતન વર્ષના વધામણા સાથે બીએપીએસ સ્વામીનારાયણ મંદિરમાં છપ્પન જાતના ભોગ ચડાવવામાં આવ્યા હતા.

મહેસાણા શહેર સહિ‌ત સમગ્ર જિલ્લામાં રવિવારની રાત વિવિધ રોશની અને ફટાકડાની આતશબાજીથી ઝગમગી ઉઠી હતી. ભગવાન શ્રીરામે આસુરી શક્તિ પર વિજય મેળવી અયોધ્યા પરત ફરતાં નગરજનોએ દિપાવલી મનાવી હતી. યુગોથી ચાલી આવતી આ પરંપરા આજે ઉત્સાહ સાથે અકબંધ ચાલી રહી છે. રવિવારે ધામધૂમથી દિવાળીની ઉજવણી કરાઇ હતી.

વધારે તસવીરો જોવા માટે આગળ ક્લિક કરતાં જાવ...
તસવીરો: રોહિત પટેલ, મહેસાણા