આ તો ઉનાળો છે, કે ચોમાસું!

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આકાશી ચાળા : મહેસાણા પંથકમાં શનિવારે સવારથી આકાશ વાદળછાયું બન્યું છતાં સૂર્યનારાયણનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. સૂરજદાદા વાદળોથી ઢંકાય ત્યારે ગરમીમાં થોડી રાહત અને વાદળો હટે અને તડકો સીધો આવે ત્યારે દેહ દઝાડતી ગરમી. વાદળો સાથે સૂરજદાદાની સંતાકૂકડી વચ્ચે મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રી પહોંચતાં વાદળછાયા વાતાવરણ વચ્ચે પણ લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડયો હતો.
તસ્વીર - રોહિ‌ત પટેલ