• Gujarati News
  • Siddhpur Taluka Nagavasana Found At The Peasant Camp

સિદ્ધપુર તાલુકાના નાગવાસણ ખાતે ખેડૂત શિબિર મળી

9 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સિદ્ધપુર મહાજન પાંજરાપોળ-ગૌશાળાનો ખેડૂતલક્ષી અનોખો પ્રયોગ નાગવાસણ ગામે શનિવારે યોજાયો હતો. જેમાં રાષ્ટ્રપતિ એર્વોડથી પુરસ્કૃત પ્રકાશસિંહ રઘુવંશીએ તૈયાર કરેલ બિયારણનો પ્રયોગ કરી સાદા ઘઉં કરતાં વધુ ઉત્પાદન કરતુ બિયારણનું માર્ગદર્શન પૂરુ પાડવામાં આવ્યું હતું.

આ અંગે રાજ્યસભાના સાંસદ દિલીપભાઇ પંડયાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રપતિ પુરસ્કૃત પ્રકાશસિંહ રઘુવંશીએ તૈયાર કરેલ દેશી ઘઉં કુદરત-૯નું બિયારણનું વાવેતર કરી ખેડૂતો જાતે પ્લોટ પર નિરીક્ષણ કરી શકે તે માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે ખેતીવાડી નિરીક્ષક અમૃતભાઇ રાવળે જણાવ્યું હતું કે, કુદરત-૯ બિયારણમાંથી વધારે પાકતો મળે જ છે પણ એક વખત વાવ્યા પછી તેમાંથી પેદા થયેલ ઘઉં વારંવાર બિયારણ તરીકે ઉપયોગમા લઇ શકાય છે. કુદરત-૯ અને ટુકડી-૪૯૬ ઘઉંનું વાવેતર કરી બંનેમાં કેટલો ફરક પડી રહ્યો છે તેનું પ્રત્યક્ષ નિદર્શન ખેડૂતોએ મેળવ્યું હતું. આ ખેડૂત શિબિરમાં અરવિંદભાઇ ખત્રી, ડાહ્યાભાઇ પટેલ, ર્ડા. અજીતભાઇ, મનુભાઇ જોષીએ સતત જહેમત ઉઠાવી હતી.